હિ.પ્રદેશમાં જાપાની મહિલા સાથે દુષ્કર્મ : એક વ્યક્તિની ધરપકડ

0
7

કુલ્લુ,તા.૨
હિમાચલ પ્રદેશના કુલ્લુમાં એક જાપાની મહિલાની સાથે રેપનો મામલો સામે આવ્યો છે. આરોપી તરીકે એક ટેક્સી ડ્રાઈવર પર આરોપ લગાવવામાં આવ્યો છે. પોલીસે ફરિયાદ નોંધીને પીડિત મહિલા દ્વારા આપવામાં આવેલા સબૂતને આધારે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.
કુલ્લુ જિલ્લાના એસપી શાલિની અગ્નિહોત્રીએ કહ્યુ હતું કે, ફરિયાદ નોંધાવ્યા પછી સબૂતને આધારે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પીડિતાને મેડિકલ તપાસ માટે મોકલી આપવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યુ હતું કે પીડિતા કહેવા પ્રમાણે આરોપી એક ટેક્સી ડ્રાઈવર છે. હાલમાં તપાસ ચાલી રહી છે અને મેડિકલ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY