રૂ. ૫૦ લાખ માટે યુવાન અને પ્રેમિકાનું અપહરણ કરનાર ૪ની ધરપકડ

0
23

સુરત,તા.૩૦
અડાજણ બિલ્વમ પેરેડાઇઝમાં રહેતાં કેબલ ઓપરેટરનું કેબલના ધંધાના રૂ. ૫૦ લાખની લેતીદેતીમાં તેના પૂર્વ ભાગીદારે સાગરીતો સાથે શુક્રવારે રાત્રે બે કારમાં આવી મહિલા મિત્ર સાથે અપહરણ કરી અંકલેશ્વરના બંગલામાં ગોંધી રાખ્યાં હતાં. અડાજણ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી ગણતરીના કલાકોમાં કેબલ ઓપરેટર અને તેની ફ્રેન્ડને અપહરણકર્તાઓની ચુંગાલમાંથી મુક્ત કરાવી મહિલા સહિત ચાર આરોપીની ધરપકડ કરી છે.
શહેરના અડાજણ ખાતે આવેલા બિલ્વમ પેરેડાઇઝમાં રહેતા મિતેશ હસમુખ રાંદેરિયા ભાગીદારીમાં કેબલના ધંધા સાથે સંકળાયેલા છે. મિતેષે દોઢ વર્ષ પહેલા મહારૂદ્રસિંહ ઉર્ફે શિવા સાથે કેબલના ધંધામાં ભાગીદારી છૂટી કરી લીધી હતી અને ત્યારથી બંને વચ્ચે રૂપિયા બાબતે વિવાદ ચાલતો હતો. મિતેશ રાંદેરિયા શુક્રવારે સાંજે તેના ઘરે બેઠો હતો ત્યારે મહારૂદ્રસિંહ ઉર્ફે શિવા તેના આઠ સાગરીતો સાથે બે કારમાં ઘરે આવ્યો હતો. મહારૂદ્રસિંહે મિતેષ અને તેની ગર્લ ફ્રેન્ડનું લાકડાના ફટકા સહિતના હથિયારો બતાવી કારમાં અપહરણ કરી લઇ ગયો હતો. ત્યાર બાદ આ બંનેને મહારૂદ્રસિંહના અંકલેશ્વરના ખાતે આવેલા સનસિટીના બંગલામાં લઈ જઈ ગોંધી રાખ્યાં હતાં . ત્યાર બાદ મિતેષના મોબાઇલ પરથી તેના બનેવી અને મિત્ર જીતુને ફોન અને મેસેજ કરી રૂ. ૫૦ લાખની ખંડણી માંગી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY