અમેરિકામાં એચ-૧બી વિઝાની અરજીઓમાં ભારે ઘટાડો,ભારતીયોને અસર

0
98

વાશિંગ્ટન,
તા.૧૪/૪/૨૦૧૮

અમેરિકામાં એચ-૧ બી વિઝા અંગેના કાયદા અંગે અવઢવની સ્થતિ અને ભારતીયોને રાખવાના ભારતીય કંપનીઓના બિઝનેસ મોડેલના વિરોધને કારણે ભારતીયો દ્વારા વિઝાની અરજીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. હવે ભારતીય કંપનીઓ ભારતીય વ્યાવસાયિકોને લેવાને બદલે અમેરિકામાંથી જ સ્થાનિકોને નોકરીએ રાખવાનું વધુ પસંદ કરવા લાગી છે.

એચ-૧બી વિઝા કાર્યક્રમ ચલાવતી યુએસ સિટિઝનશીપ એન્ડ ઇમીગ્રેશન્સ સર્વિસિઝે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘બીજી એપ્રિલે શરૂ થયેલા ફિલિંગ પીરિયડ હેઠળ ૧,૯૦,૦૯૮ એચ-૧બી પિટીશન્સ મળી છે, જેમાં એડવાન્સ્ડ ડિગ્રી મુક્ત માટેની પિટીશન્સનો પણ સમાવેશ થતો હતો.’

૨૦૦૭ પછી આ સૌથી ઓછી અરજીઓ છે ત્યારે ૩,૧૪,૬૨૧ પિટીશન્સ યુએસસીઆઇએસની વેબસાઇટ પર મળી હતી. એ પછી આંકડા બદલાતા રહ્યા છે, પરંતુ ૨૦૧૭માં પહેલી વખત તે ૩,૯૯,૩૪૯થી ઘટીને ૩,૩૬,૧૦૭ થયા છે.

અમેરિકામાં તાતા કન્સલ્ટન્સી સર્વિસિઝ, ઇન્ફોસિસ અને વિપ્રો જેવી આઇટી કંપનીઓને એચ-૧બી વિઝા સૌથી વધુ મળે છે અને તેમણે જાહેર કર્યું છે કે તેઓ હવે વિદેશી નોકરીઓ પર કાપ મુકી રહી છે અને સ્થાનિકોને વધુ નોકરીઓ આપી રહી છે. આ કંપનીઓના બિઝનેસ મોડેલ સામે આકરા વિરોધને કારણે તેમને તેમ કરવું પડી રહ્યું છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY