પહેલા ફીનાઈલ પીધુ, પછી છાતીમાં ગોળી મારી છતાં ન ગયો જીવ..!!

0
101

બારડોલી,
તા.૧૪/૦૩/૨૦૧૮

સુરતમાં જમીન દલાલની આત્મહત્યાનો પ્રયાસ નિષ્ફળ

કામરેજના કોળી ભરથાણા ગામની સીમમાં સુરતના અમરોલી ખાતે રહેતા જમીન મકાનની દલાલી કરતા યુવાને ફીનાઇલ પી લઇ પોતાની પાસેની પિસ્તોલ વડે છાતીમાં ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. યુવાનને સમયસર સારવાર મળી જતા બચી ગયો છે. પોલીસ પાસેથી મળતી વિગત અનુસાર સોમવારની રાત્રે કામરેજથી દિગસ જતા રોડ પર કોળીભરથાણઆ ગામની સીમમાં રોડની સાઇડે નંબર વિનાની બાઇક પાસે યુવાન લોહીલુહાણ પડેલો હોવાની રાહદારીએ જાણ કરી હતી. બીજી તરફ દિપક ગોવિંદભાઇ જાટાણા (ઉ.વ. ૨૭, રહે. સ્વીટ હોમ્સ, ક્રોસ રોડ, અમરોલી, સુરત. મૂળ રહે. મોટા સુરસા, તા. શિહોર, જિ. ભાવનગર)એ તેના મિત્રને ફોન કરી કહ્યું કે, મેં ફીનાઇલ પી લીધું છે અને મારી પાસેની પિસ્તોલથી ગોળી મારી આત્મહત્યા કરું છું. જેથી તાત્કાલિક ૧૦૮ મારફત દિપક જાટાણાને સારવાર માટે સુરત ખાતે ખાનગી હોસ્પટલમાં લઇ ગયા હતા.

કામરેજ પોલીસે રાત્રે દિપકના મોટાભાઇ વિપુલ જાટાણાની ફરિયાદ લઇ જાણવાજાગ નોંધ કરી ઘરકંકાસના કારણે આત્મહત્યાની કોશિષ કરી હોવાની કાર્યવાહી હાથ ધરી હતી. મંગળવારે દિપક જાટાણા ભાનમાં આવતા પીએસઆઇ એ.એમ. કામડીયાએ મામલતદાર રૃબરૃ દિપક જાટાણાની પૂછતાછ કરતા જમીન મકાનની દલાલીમાં આર્થિક સંકડામણથી ઘણાં સમયથી ચિંતામાં અને પારિવારીક કારણોસર સતત તાણમાં રહેતો હતો અને આર્થિક મુશ્કેલીમાં ગતરોજ જાતે ફીનાઇલ પી લઇ મિત્રને ફોન કરી પોતાની પાસેની પિસ્તોલ વડે છાતીમાં ડાબી બાજુ ગોળી મારી દીધી હતી. દિપક જાટાણા પાસે પિસ્તોલ અંગે લાયસન્સ નથી. પોલીસે દિપક જાટાણા વિરૃદ્ધ આર્મ્સ એક્ટ અને આત્મહત્યાની કોશિષનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY