‘તુમ ચલે જાઓ મૈં ઇનકો દેખ લેતા હૂં’ તેમ કહીને યુવકે પીઆઈની ફેંટ પકડી

0
39

અમદાવાદ,તા.૨૦
શહેરમાં પોલીસે ટ્રાફિકની ઝુબેશ શરૂ કર્યા બાદ વાહનચાલકો અને રાહદારીઓની પોલીસ કર્મચારીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરીને ઝપાઝપી કરવાની અનેક ઘટનાઓ બની છે ત્યારે વધુ એક ઘટના દાણીલીમડા વિસ્તારમાં પણ ગઇ કાલે બની છે. એક યુવકે પોલીસની કામગીરીમાં અડચણરૂપ બનીને પોલીસ ઇન્સ્પેક્ટરની ફેંટ પકડી હતી.
કે-ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર જી.જે. રાઓલ અને તેમની ટીમ દાણીલીમડામાં ટ્રાફિકની કામગીરી કરતા હતા તે સમયે એક શટલ રિક્ષા પુરઝડપે ત્યાંથી પસાર થઇ હતી. જી.જે. રાઓલે રોકવાની કોશિશ કરતા રિક્ષા ચાલકે પુરઝડપે રિક્ષા ચલાવીને નાસી જવાની કોશિશ કરી હતી.
રિક્ષા પલટી ખાધી હતી. આ ઘટના જાઇને સ્થાનિકો લોકો દોડી આવ્યા હતા અને રિક્ષાને સીધી કરી હતી. પોલીસ પણ ત્યાં આવી ગઇ હતી અને રિક્ષા ચાલકને પકડવાની કોશિશ કરી હતી. તે સમયે એક યુવક રિક્ષા ચાલકનો પક્ષ લીધો હતો. પોલીસની હાજરીમાં યુવકે રિક્ષા ચાલકને કહ્યું હતું કે તુમ ચલે જાઓ મૈં ઇનકો દેખ લેતા હૂં.. યુવક તેમની સામે આવીને ઊભો રહ્યો હતો અને પીઆઇને ધક્કો મારીને રિક્ષા ચાલકને ભગાડી દીધો હતો.
મેમો ફાડીને રૂપિયા ઉઘરાવો છે અને બીભત્સ ગાળો બોલીને યુવકે ટોળાને ઉશ્કેર્યું હતું અને પીઆઇની ફેંટ પકડીને હતી. સ્થળ પર હાજર પોલીસ કર્મચારીઓએ યુવકને દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં લઇને આવતા હતા ત્યારે તે પોલીસના સકંજામાંથી નાસી ગયો હતો.
પોલીસ કમર્ચારીઓએ તેને ફરીથી પકડી પડ્યો હતો અને પોલીસ સ્ટેશનમાં લઇને આવ્યા હતા. યુવકને લાવતા હતા ત્યારે તે લોકોને ઉશ્કેરતો હતો કે સબકિયા દેખ રહે હો મારો ઇન સાલોં કો.. મે તુમ સબકો દેખ લુંગા તુમકો પતા નહીં હૈ તુમને બહોત બડી ગલતી કર દી હૈ.. મેરે સગે વાલે સબ વકીલ હૈ..મેરા ભાઇ ભી વકીલ હૈ મૈં કોંગ્રેસના કાર્યકર હૂં
પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીઓ તેનું નામ પુછ્યું હતું જાકે તેને તેનું નામ બતાવ્યું નહી. પોલીસ સ્ટેશનમાં યુવક હાજર હોવા છતાંય પોલીસ કર્મચારીઓએ નામ વગરની ફરિયાદ નોંધવી પડી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY