હિનાખાને લાલબાગચા રાજાના દર્શન કરતા ટીકા થઈ!!

0
103

મુંબઈ,તા.૨૦
ટીવી સિરિયલ અભિનેત્રી તથા રિયાલિટી શો ‘બિગ બોસ ૧૧’ની સ્પર્ધક હિના ખાન હાલમાં જ મુંબઈમાં સુપ્રસિદ્ધ સાર્વજનિક ગણેશ મંડળ ‘લાલબાગચા રાજા’ના ગણપતિનાં દર્શન કરવા ગઈ હતી, પણ એમાં સોશિયલ મિડિયા નેટવર્ક્સ પર એની ખૂબ ટીકા કરવામાં આવી છે.
હિના એનાં બોયફ્રેન્ડ રોકી જયસ્વાલની સાથે ‘લાલબાગચા રાજા’ ગણપતિના દર્શન કરવા ગઈ હતી અને એની તસવીર એણે પોતાનાં ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી હતી.
‘લાલબાગચા રાજા’ મંડપમાં જઈને હિનાએ બીજાં શ્રદ્ધાળુઓની સાથે ‘ગણપતિ બાપા મોરયા’ નારા પણ લગાવ્યા હતા.
પણ એનાં આશ્ચર્ય વચ્ચે ઘણા મુસ્લિમમોએ એની ટીકા કરી છે. હિના મુસ્લિમ ધર્મની છે.
હિનાની આ પહેલાં પણ ટીકા થઈ ચૂકી છે. ભૂતકાળમાં એક પ્રસંગે એ પગમાં જૂતાં પહેરીને એક ગણેશ મૂર્તિની નજીક ગઈ હતી એટલે લોકો એની પર ભડકી ગયાં હતાં.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY