૧૧ કિલો ૯૫૩ ગ્રામ ચાંદી સાથે એકની અટકાયત

0
5

ઝાલોદ,તા.૨૦
દાહોદ જિલ્લામાં ચુંટણીને અનુલક્ષીને બોર્ડરો સીલ કરવામાં આવી છે. ત્યારે રાતના સમયે ઝાલોદની ધાવડિયા ચેકપોસ્ટ ઉપરથી રાજસ્થાન પરિવહનની બસમાંથી ૧૧ કિલો ૯૩૫ ગ્રામ ચાંદીના દાગીનાનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે આ જથ્થો જપ્ત કરીને ચાંદી રાજસ્થાન મોકલનાર લીમડીના વેપારીની અટકાયત કરી હતી.
દાહોદ જિલ્લામાં લોકસભાની ચુંટણીને અનુલક્ષીને ખોટી રીતે કરાતા રોકડ વ્યવહાર અટકાવવા માટે ૧૮ ફ્લાઇંગ અને ૫૨ સ્ટેટીક ટીમની રચના કરવામાં આવી છે. ઉપરાંત પોલીસ દ્વારા પણ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જિલ્લામાં બનાવાયેલી ચેક પોસ્ટ ઉપર વાહન શંકાસ્પદ વાહનોના ચેકિંગ દરમિયાન અત્યાર સુધી ૯૨૭૮૫ રૂપિયાની રોકડ પકડાઇ ચુકી છે.ગુરુવારની રાતના ૧૦.૩૦ વાગ્યાના અરસામાં ઝાલોદ ડીવાયએસપી બી.વી જાદવ અને પીએસઆઇ પી.એમ જુડાલ સહિતનો સ્ટાફ વાહન ચેકિંગ કરી રહ્યો હતો. ત્યારે રાજસ્થાન જઇ રહેલી બસમાં ચાંદીનો જથ્થો હોવાની બાતમી મળી હતી.
તેના આધારે રાજસ્થાન પરિવહનની બસને રોકીને ચેકિંગ કરવામાં આવતાં તેના ચાલક પાસે પડેલું એક પોટલું મળી આવ્યું હતું. આ પોટલામાંથી ૧૧ કિલો ૯૫૩ ગ્રામ વજનના કંદોરા અને નાના ભોરિયા મળી આવ્યા હતાં. ચાલકની પુછપરછ કરતાં આ જથ્થો લીમડી ગામના વેપારી જીતેશભાઇ નારણભાઇ સોનીએ આપ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY