A1 ગ્રેડમાં એક પણ વિદ્યાર્થી નહિ,A2 ગ્રેડમાં 1 વિદ્યાર્થીનો સમાવેશ.
તિલકવાડાની એકલવ્ય રેસિડેન્સી સ્કૂલ 93.75% સાથે જિલ્લામાં પ્રથમ જ્યારે સરકારી ઉ.માં.શાળા કેવડિયા કોલોનીના એક પણ વિદ્યાર્થી ઉત્તીર્ણ ન થયા.
રાજપીપળા:તાજેતરમાં જ સમગ્ર ગુજરાતમાં ધો-10 અને 12ની પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુરુવારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરાયું હતું.છેલ્લા 3 વર્ષોથી નર્મદા જિલ્લાનું પરિણામ કંગાળ આવતું આવ્યું હતું.ત્યારે આ વખતે પરિણામ સારું આવશે એવી વિદ્યાર્થીઓ,વાલીઓ અને શિક્ષકો આશા રાખીને બેઠા હતા.પરંતુ નર્મદા જિલ્લાનું 39% પરિણામ જાહેર થતા તમામની આશા પર પાણી ફરી વળ્યું હતું.સમગ્ર ગુજરાતમાં છોટાઉદેપુર જિલ્લો 35.64% પરિણામ બાદ નર્મદા જિલ્લાનું 39% સૌથી ઓછું પરિણામ છે.
નર્મદા જિલ્લામાં ધો-12વિજ્ઞાન પ્રવાહમાં 854 વિદ્યાર્થીઓમાંથી ફક્ત 525 વિદ્યાર્થીઓ જ ઉત્તીર્ણ થયા છે.ગ્રેરેડ મુજબ જોઈએ તો A1 માં 0,A2 માં 1,B1 માં 04,B2 માં 15,C1 માં 59,C2 માં 150,Dમાં 104,E1 માં 02 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.નર્મદા જિલ્લાની વિવિધ શાળાઓના પરિણામ પર નજર કરીએ તો તિલકવાડાની એકલવ્ય રેસિડેન્સી સ્કૂલનું 93.75%, ગોરાની એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલનું 78.43%, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ નિવાલદાનું 70.73%, ડેડીયાપાડાની આદર્શ નિવાસી શાળાનું 64.29%, રાજપીપળા આદર્શ નિવાસી શાળાનું 60%, સાગબાારાની કન્યા્ આદર્શ નિવાસી શાળાનું 47.83%, રાજપીપળાની નોન ગ્રાન્ટેડ નવદુર્ગા હાઈસ્કૂલ અને પ્રણવ વિદ્યાલયનું 42.86%, તિલકવાડાની સરકારી ઉ.માં શાળા અને ડેડીયાપાડા(ટ્રાયબલ)મોડેલ ડે સ્કૂલનું 40%, રાજપીપળા એમ.આર.વિદ્યાલયનું 34.85%, રાજપીપળા વડિયાની માય સાનેન સ્કૂલનું 23.40%, કેવડીયાની શ્રી સ્વામિનારાયણ સ્કૂલનું 22.22%, રાજપીપળા હાઈસ્કૂલનું 21.74%, સાગબારાની સેન્ટ સ્ટીફન ઈંગ્લીશ મીડીયમ સ્કૂલનું 16.67%, સાગબારાની ઉ.માં શાળાનું 9.09%, રાજપીપળાની એસ.આર.કન્યાવિનય મંદિર અને ગરૂડેશ્વર માધ્યમિક શાળાનું 5.88% જ્યારે કેવડિયા કોલોનીની સરકારી ઉ.માં શાળાનો એક પણ વિદ્યાર્થી ઉત્તીર્ણ થયો નથી
બોક્ષ: પરીક્ષા સમયે વિદ્યાર્થીઓને ગુલાબ આપી સસ્તી પ્રસિદ્ધિ મેળવતા અધિકારીઓ એ સારા પરિણામ માટે શું કર્યુ…?!
પરીક્ષા પેહલા અમારા રાજપીપલા પ્રતિનિધિ એ જિલ્લા શિક્ષણ અધિકારી નીપાબેન પટેલ ને સારા પરિણામ માટે શું પગલાં લીધા બેન છેલ્લા બે વર્ષ થી આ જિલ્લા નું નબળું પરિણામ આવે છે એવો પ્રષ્ન પૂછતાં એમને ઉડાઉ જવાબ આપી હજુ પરીક્ષા તો શરુ થવાદો પછી પરિણામ ની વાત કરીશું મારે હમણાં મિટિંગ માં જવાનું છે એમ કહી ફોન કાપી નાખ્યો હતો ત્યારે પરીક્ષા પૂર્વે યોજાયેલા પરીક્ષાર્થીઓ ને ગુલાબ આપવા સહિતના કાર્યક્રમો જાણે ફક્ત સરકારી તાયફા હતા એમ કેહવું કદાચ યોગ્ય ગણાશે.
ચીફ રિપોર્ટર,નર્મદા,
ભરત શાહ,મો.નં.9408975050
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"