વાશિંગ્ટન,તા.૧
લશ્કરે તૈયબાના કમાન્ડર અબ્દુલ રહેમાન અલ દખીલને અમેરિકાએ ખાસ વૈશ્ર્વિક ત્રાસવાદી જાહેર કર્યો હતો. અત્યાર સુધી એ એલઇટીનો જમ્મુ માટેનો વિભાગીય કમાન્ડર હતો.
અમેરિકાએ જાહેર કરેલા ખાસ વૈશ્ર્વિક ત્રાસવાદી જૂથ એલઇટીનો સભ્ય દખીલ ૧૯૯૭થી ૨૦૦૧ સુધી ભારતમાં એલઇટીના ત્રાસવાદી હુમલાઓનો આૅપરેશનલ કમાન્ડર હતો. ૨૦૦૪માં યુકેની સેનાએ દખીલને ઇરાકમાં પકડયો હતો અને ઇરાકમાં અમેરિકાની અને ત્યાર બાદ ૨૦૧૪માં પાકિસ્તાન ખસેડાયો ત્યાર સુધી અફઘાનિસ્તાનની કસ્ટડીમાં રખાયો હતો.
પાકિસ્તાનમાં જેલમાંથી છુટયા બાદ એ પાછો એલઇટીના કામે લાગી ગયો હતો. ૨૦૧૬થી એ જમ્મુ ક્ષેત્ર માટે એલઇટીનો વિભાગીય કમાન્ડર હતો.
અમેરિકાની જાહેરાતથી હવે ત્રાસવાદી હુમલા માટે એને સાધનો નકારવામાં આવશે. આ સિવાય, અમેરિકાના કાયદા હેઠળ એની સંપત્તિ અને હિત રોકવામાં આવશે તથા અમેરિકાના નાગરિક એની સાથે કોઇ જાતના વહેવાર નહીં કરી શકે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




