આસામમાં અમારા ઘૂસણખોરો નથી ઃ બાંગ્લાદેશની સાફ વાત

0
22

ઢાકા,તા.૧
આસામમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (એનઆરસી)નો બીજા અને અંતિમ ડ્રાફ્ટ જાહેર થયા બાદ સમગ્ર દેશમાં આ મુદ્દે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. જે ૪૦ લાખ લોકોનાં નામ આ યાદીમાં સામેલ નથી તેમાંથી મોટા ભાગના બાંગ્લાદેશી હોવાનું જાણવા મળ્યું છે.
સરકારે આ મુદ્દે કડક વલણ અપનાવીને સ્પષ્ટ કરી દીધું છે કે, ફક્ત ભારતીય નાગરિકોને જ દેશમાં રહેવાનો અધિકાર છે અને ગેરકાયદે કોઈ અહીં રહી શકે નહીં.
દેશમાં ચાલી રહેલી રાજનીતિ વચ્ચે પહેલી વખત બાંગ્લાદેશ તરફથી સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું છે, જે ભારત
આભાર – નિહારીકા રવિયા માટે આંચકાજનક પણ છે. બાંગ્લાદેશના માહિતી અને પ્રસારણ પ્રધાન હસન ઉલ હક ઈનુએ જણાવ્યું છે કે, આ ભારતની આંતરિક બાબત અને સમસ્યા છે.
આ સમસ્યા સાથે અમારો કોઈ સંબંધ નથી. આસામમાં કોઈ પણ ઘૂસણખોર બાંગલાદેશી નથી. જે લોકોની વાત અત્યારે થઈ રહી છે તે ઘણા લાંબા સમયથી આસામમાં રહે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ સમસ્યા ભારત સરકારની છે અને તેને હલ કરવાની જવાબદારી પણ તેમની જ છે, અમારી નહીં. આ સાથે તેમણે એવું પણ કહ્યું હતું કે, ગેરકાયદે રહેતા શરણાર્થીઓનો અમે પણ વિરોધ કરીએ છીએ. જે રોહિંગ્યા મુસલમાનો બાંગ્લાદેશમાં ગેરકાયદે રહે છે તેમને પણ પાછા મોકલવામાં આવશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY