ટિકિટ ખોવાઇ જાય કે ટ્રેન ચૂકી જાવ તો ચિંતા ન કરશો, જાણો નિયમો

0
30

ન્યુ દિલ્હી,તા.૨૮
સમગ્ર દેશમાં લોકો સૌથી વધુ ટ્રેનમાં મુસાફરી કરે છે. સામાન્ય કે સુખી સંપન્ન માણસ ટ્રેન મુસાફરી ઉચીત રહે છે. ત્યારે ઘણીવાર કેટલીક હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે આપને પુરતી માહિતી ન હોવાના કારણે મોટું નુકસાન કરી શકો છો. એટલા માટે આજે તમે મુશ્કેલીઓને સરળ કરી શકો તે માટે ટ્રેન ટિકિટથી જોડાયેલ કેટલાક મહત્વની જાણકારી આપી રહ્યા છે.
જો તમે ભૂલથી ટિકિટ ઘરે ભૂલી ગયા અથવા ફરિ રિઝર્વેશન ટિકિટ ખોવાઇ ગઇ હોય તો શું કરશો? અથવા તો તમારી ટ્રેન છૂટી ગઇ તો શું તમારી ટિકિટની પૈસા ડૂબી ગયા કે પછી તમારી ટિકિટ જે સ્ટેશન સુધીની છે તે અચાનક તમને આગળના સ્ટેશન સુધી લઇ જાય તો શું કરશો? આ તમામ મુદ્દાઓને લઇને રેલ્વે દ્વારા નિયમો ઘડવામાં આવ્યા છે.
શું છે નિયમો?
૧. ટ્રેનની ટિકિટ ખોવાઇ જાય તો શું કરશો?
– તમારાથી ઇ-ટિકિટ ખોવાઇ જાય અને તમે ટ્રેનમાં પહોંચ્યા બાદ જાણ થાય તો શું કરશો? તમારી પાસે મોબાઇલ, લેપટોપ પણ ના હોય અને જ્યારે કોઇ ઓપ્શન ન હોય ત્યારે તમે ટીટીઇ ને ૫૦ રૂ. પેનલ્ટી આપીને ટિકિટ મેળવી શકો છો.
૨. તમારી પાસે ટિકિટ પ્લેટફોર્મની છે અને ટ્રેનમાં સવાર હો તો યાત્રા કરી શકો?
– જ્યારે ઇમરજન્સીમાં પ્રવાસી ટ્રેનમાં સવાર હોય છે તો તે તાત્કાલિક પહેલા ટીટીઇ નો સંપર્ક કરીને ટિકિટ માંગી લેવી જોઇએ. તેવી પરિસ્થિતિમાં તમારે યાત્રાનો ટિકિટ ચાર્જ અને ૨૫૦ રૂપિયા પેનલ્ટી ચાર્જ ભરવાનો રહેશે. પ્લેટફોર્મ ટિકિટનો ફાયદો એટલો જ થશે કે યાત્રી પાસેથી વસૂલતા સમયે પ્રસ્થાન સ્ટેશન જ માનવામાં આવશે. જ્યાંથી ટિકિટ ખરીદી હશે અને ભાડુ પણ ત્યાંનું વસૂલવામાં આવશે.
૩. ટ્રેન ચૂકી ગયા તો ટિકિટના પૈસા પરત મળે?
– કદાચ તમે ટ્રેન ચૂકી ગયા હો તે ફાઇન ભરીને તમારી ટિકિટની અડધી રકમ પરત મેળવી શકો છો. જો કે, આ માટે નક્કી સમય હોય છે. જ્યારે પણ તમે ટ્રેન ચૂકી ગયા હો ત્યારે ટીટીઇ આગામી બે સ્ટેશન સુધી તમારી સીટ પર કોઇને ફાળવી ન શકે.
૪. નક્કી સ્ટેશનથી આગળ જતી રહે ટ્રેન તો?
– તમે જે સ્ટેશન સુધીની ટિકિટ લીધી છે અને તેનીથી આગળ જો ટ્રેન ચાલી જાય તો તેના માટે યાત્રીને ટિકિટ આગળના સ્ટેશન સુધી લંબાવવાની સુવિધા આપવામાં આવે છે. જે માટે ટીટીઇને મળીને ટિકિટ લંબાવી શકો છો.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY