એએમટીએસ બસમાં મફ્ત મુસાફરી કરવામાં મહિલાઓ-પરપ્રાંતીયો મોખરે

0
98

અમદાવાદ,
તા.૨૪/૦૩/૨૦૧૮

એએમટીએસ કરોડો રૂપિયાના લોનના ટેકાથી દોડી રહી છે

દૈનિક એક કરોડની ખોટ કરતી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ છેલ્લાં કેટલાંય વર્ષથી મ્યુનિસિપલ કોર્પોરેશનની કરોડો રૂપિયાની લોનના ટેકાથી દોડી રહી છે. આજની તારીખમાં એએમટીએસ સંસ્થા પર રૂ.રપ અબજથી વધુ દેવું ચઢ્યું છે. આ સંસ્થાના દેવામાં ખુદાબક્ષ ઉતારુઓ વૃદ્ધિ કરે છે. આમાં પણ આશ્ચર્યજનક રીતે એએમટીએસના ખુદાબક્ષ ઉતારુઓમાં મહિલાઓ સવિશેષ છે. આ ઉપરાંત યુપી, બિહાર, મધ્યપ્રદેશ જેવા પરપ્રાંતમાંથી આવીને અમદાવાદમાં વસવાટ કરતા લોકો એએમટીએસમાં મફતમાં મુસાફરી કરવા માટે જાણીતા બન્યા છે.

એએમટીએસ સંસ્થાની દરરોજ ૭૪પ બસ કુલ ૧૬૩ રૂટ પર ચાલે છે, જે પૈકી ગાંધીરોડ જેવા ગીચ વિસ્તારને આવરી લેતી બાલાહનુમાન એક્સપ્રેસ અને ભદ્રકાળી એક્સપ્રેસ જેવી તદ્દન મફતમાં મુસાફરી કરાવતી બસ પણ છે. એએમટીએસ બસ સેવાનો દરરોજ પ.૪પ લાખ ઉતારુઓ લાભ લેતા હોઇ સંસ્થાને રૂ.ર૭થી ર૮ લાખની આવક થાય છે, પરંતુ આવક કરતાં જાવક વધુ હોઇ સંસ્થા દિન-પ્રતિદિન ખોટની જંગી ખાઇમાં ધકેલાઇ રહી છે.

બીજી તરફ એએમટીએસમાં ટિકિટ લીધા વગર મુસાફરી કરનારો વર્ગ વધ્યો છે અને તેમાં પણ મહિલાઓ અને પરપ્રાંતીય ઉતારુઓ મોટી સંખ્યામાં ટિકિટ લીધા વગર તંત્રની ફલાઇંગ સ્કવોડના હાથે ઝડપાઇ રહ્યા છે. શહેરના બાપુનગર, અમરાઇવાડી, નિકોલ, હાંસોલ અને જુહાપુરાથી સનાથલ ચોકડી જેવા વિસ્તારમાં ખુદાબક્ષ મુસાફર વધુ જાવા મળી રહ્યા છે.

ગત નાણાકીય વર્ષ ર૦૧૬-૧૭માં ફલાઇંગ સ્કવોડ દ્વારા કુલ ૧,૬૭,પ૦ર બસને ચેક કરીને કુલ ૩૦,૧૮૬ ખુદાબક્ષ ઉતારુઓને ઝડપી લેવાયા હતા. આ ખુદાબક્ષ ઉતારુઓ પાસેથી કુલ રૂ.૩૦.ર૬ લાખની પેનલ્ટી વસૂલાઇ હતી. જ્યારે ચાલુ નાણાકીય વર્ષ ર૦૧૭-૧૮માં ખુદાબક્ષ ઉતારુઓ વધ્યા છે.

ગત ફેબ્રુઆરી-ર૦૧૮ના અંત સુધીમાં સત્તાવાળાઓએ કુલ ૩ર,૭૪૦ ખુદાબક્ષ ઉતારુઓ પાસેથી રૂ.૩૩.૦૯ લાખનો દંડ વસૂલ્યો છે. હજુ માર્ચ મહિનો બાકી હોઇ ખુદાબક્ષ ઉતારુઓની સંખ્યા ૩પ,૦૦૦ના આંકડાને પાર કરે તેવી શક્્યતા છે. અનેક કિસ્સામાં સર્વિસ પાસ ધરાવતા ઉતારુઓ પણ ખુદાબક્ષ તરીકે પકડાયા છે, જ્યારે વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓ ટિકિટ લીધા વગર મુસાફરી કરતા જાવા મળે છે.

આ અંગે એએમટીએસના ટ્રાફિક ડિરેક્ટર જીતેન્દ્ર મહેતાને પૂછતાં તેઓ કહે છે ખુદાબક્ષની સંખ્યામાં ઘટાડો કરવા માટે સ્ટેન્ડ બુકિંગ જેવા ઉપાય હાથ ધરાયા છે. લાલ દરવાજાના ઝીરો નંબરના પ્લેટફોર્મ પર અને વાસણા ટર્મિનલ ખાતે સ્ટેન્ડ બુકિંગ થઈ રહ્યું છે. આ ઉપરાંત ફ્લાઈંગ સ્ક્વોડની ટીમ દ્વારા પણ સઘન ચેકિંગ હાથ ધરાય છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY