તાજેતરમાં ગુજરાતમાં મેધરાજાએ ભારે તારાજી સર્જી હતી અને ભારે ભારે વરસાદથી અનેક જિલ્લાઓમાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઈ હતી જેમાં જુનાગઢ જીલ્લાના માણાવદર તાલુકો અસરગ્રસ્ત થયો હતો.પૂરપીડીતોને મદદ પહોચાડવા અનેક સસ્થાઓએ રાહત પહોચાડી છે.એવામાં હ્યુમન રાઈટ્સ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા દ્વારા પુરપીડિતોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
તાજેતરમાં ચોમાસું સીઝન ચાલી રહી છે ત્યારે ગુજરાતમાં ક્યાંક અતિભારે તો ક્યાંક નહીવત પ્રમાણમાં વરસાદ વરસ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે તારાજી સર્જાય હતી.જેને પગલે અનેક માનવ જીવ જોખમમાં મુકાયા હતા અને ઘર વખરી પાણીમાં નાશ પામી હતી.
એવામાં હ્યુમન હ્યુમન રાઈટ્સ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા દ્વારા જુનાગઢ જિલ્લના માણાવદર તાલુકામાં અસરગ્રસ્તોને ૨૦૦૦ જેટલા ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્યા હતા.આ સેવાકીય કાર્યમાં હ્યુમન રાઈટ્સ ફાઉન્ડેશન ઓફ ઇન્ડીયાના હિમાંશુભાઈ દુબલ, મિલનભાઈ દુબલ, યોગેશભાઈ મિસ્ત્રી, શંભુભાઈ, પ્રકાશભાઈ અને અસ્વીનભાઈ મિસ્ત્રી સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટર મોરબી
રાહુલ નગવાડિયા
૯૭૩૭૦૭૫૭૧૭
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





