દિવાળી પહેલા ટેક્ષટાઈલ માર્કેટમાંથી ગ્રે કાપડની ડિલીવરી બંધ કરી દેવાઈ હતી. કારણ કે ટ્રાફીકની સમસ્યાને કારણે નાના ટેમ્પોના ડ્રાઈવરોને તેમજ કારીગરોને તેમજ કારીગરોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો હતો. દરમિયાન સુરત જિલ્લા ટેક્ષટાઈલ લેબર યુનિયને કારીગરોની રોજગારી છીનવાતી હોવાનું કારણબતાવી ડિલીવરીફરી શરૂ કરી ટ્રાફીક અંગેના નવા નિયમો લાગુ કરવા પોલીસ કમિશનર સતીષ શર્માને રજૂઆત કરવામાં આવી છે. શહેરમાં રીંગરોડ ટેક્ષટાઈલ માર્કેટમાં સૌથી વધુ ટ્રાફીક જામ રહે છે. પીળા પટ્ટાની વ્યવસ્થા છતા વેપારીઓ અને ટ્રાન્સપોટર્સ દ્વારા તેનો યોગ્ય અમલ નહી થવાના કારણે લાંબો ટ્રાફીક જામ રહે છે. દિવસ ઉપરાંત મોડી સાંજ સુધી રહેતો હોઈ છે. ટ્રાન્સપોટર્સ, ફોસ્ટા અને ટ્રાફીક ડીસીપીએ દિવાળી પૂર્વે મિટીંગ કરી નવી ટ્રાફીક પોલિસી તૈયાર કરી હતી. જેમાં બપોરે ૧૨ પહેલાં માર્કેટમાંથી ગ્રે ડિલીવરી બાદ બપોર પછી નાના ટેમ્પો મારફતે કાપડની ડિલીવરી કરવાનો નિર્ણય કરાયો હતો. કામદાર યુનિયનના પ્રવક્તા શાન ખાને આ અંગે જણાવ્યું હતુ કે, મિલ માલિકોએ માર્કેટની બહાર ગોડાઉન ભાડે લઈને ગ્રેની ડિલીવરી નાના ટેમ્પો મારફતે શરૂ કરી છે. જેના કારણે માર્કેટમાં પાર્સલ ઉચકનારા કારીગરોની રોજગારી છીનવાઈ રહી છે. માર્કેટમાં ફરી ગ્રે કાપડની ડિલીવરી શરૂ કરવાની માંગણી સાથે એસજીટીએલ યુનિયન દ્વારા પોલીસ કમિશનરને ટ્રાફીકના નવા નિયમ લાગુ કરવા રજૂઆત કરવામાં આવી છે.
આ અંગે ટ્રાન્સપોટર્સ એસો.ના પ્રમુખ શ્રવણ ઠાકુરે જણાવ્યું હતું કે, માર્કેટમાં ગ્રે કાપડ લાવવા સામે અમને વિરોધ છે. ટ્રાફીક પોલીસ દ્વારા અમને દંડ ફાટકારવાની જોગવાહી થાય છે. જેને પગલે માર્કેટ વિસ્તારમાં ગ્રે કાપડ નહી લાવવા અમે આવતીકાલે પોલીસ કમિશનરને રજૂઆત કરીશું.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"