ન્યુ દિલ્હી,તા.૨૪
ઘર ખરીદદારો માટે મોટી ખુશખબર છે. હવે તેમને પોતાનું ઘર મળી જશે. અટકેલા હાઉસિંગ પ્રોજેક્ટ્સની પુરા થવાની સંભાવના વધી ગઇ છે, કેમ કે હવે બિલ્ડર નહી પરંતુ કેટલીક કંપનીઓ મળીને તમારા ઘરને પૂર્ણ કરશે અને જલદીથી જલદી પજેશન આપશે. અટકેલા હાઉસિંગ પ્રોજેક્ટ્સ માટે બેંક લાન આપવા માટે તૈયાર થઇ ગઇ છે. બેંક એવા પ્રોજેક્ટ્સને લોન આપશે જે પૈસા ના હોવાનાં કારણે નિર્માણ કાર્ય પૂર્ણ ના કરી શક્્યા અને જે ૬૦-૭૦ ટકા પૂર્ણ થઇ ગયા હોય.
અટકેલા હાઉસિંગ પ્રોજેક્ટસને પૂર્ણ કરવાની જવાબદારી સરકારી કંપનીઓ પર રહેશે. બેંક ફક્ત આ પ્રોજેક્ટસ માટે લોન આપશે. પ્રોજેક્ટ પર કામ શરૂ કરવાની અને પૂર્ણ કરવાની જવાબદારી એનબીસીસી અથવા અન્ય સરકારી કંપનીઓ પર હશે. આ કંપનીઓ આ માટે પ્લાન બનાવશે અને પ્રોજેક્ટ પૂર્ણ કરવાની જવાબદારી પણ લેશે.
ગત અઠવાડીયે નાણા મંત્રાલયે આ સંબંધમાં બેઠક કરી હતી. આ બેઠકમાં રિયલ એસ્ટેટ કંપનીઓનાં પ્રતિનિધિ અને નીતિ આયોગનાં અધિકારીઓ સામેલ થયા હતા. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે સરકારે એનબીસીસીને આ પ્રોજેક્ટ્સની લિસ્ટ બનાવવાની જવાબદારી આપી છે. આ ઉપરાંત નાણા મંત્રાલયે લોન રિકવરીનો પ્લાન પણ બનાવ્યો છે.(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




