લંડનઃ ગેટવિક એરપોર્ટ પર ડ્રોનનાં કારણે ૭૬૫ ફ્લાઇટ કરાઇ રદ, બેની ધરપકડ

0
11

લંડન,તા.૨૨
બ્રિટનના ગેટવિક એરપોર્ટ ઉપર ડ્રોન ઉડાવીને ડર ફેલાવવાનાં આરોપમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે શનિવારે કહ્યું કે ડ્રોનની માહિતી મળ્યા પછી લંડનનું ગેટવિક એરપોર્ટ આશરે ૩૬ કલાક બંધ રહ્યું હતું. જ્યારે આ એરપોર્ટ ફરીથી દેખાયુ ત્યારે થોડા જ કલાકોમાં ત્યાં એક ડ્રોન દેખાયુ હતું. જેના કારણે વિમાન સેવાઓ ફરીથી બંધ કરી દેવામાં આવી હતી. જેનાં કારણે એરપોર્ટ પર હજારો મુસાફરો ફસાઇ ગયા હતાં. આમાંથી મોટાભાગનાં મુસાફરો ક્રિસમસની રજાઓ માણવા જઇ રહ્યાં હતાં.
લંડનનાં પોલીસ અધિકારી જેમ્સ કોર્લિસે કહ્યું કે ડ્રોનની માહિતી મળી પછી એરપોર્ટ પરથી ટેકઓફ અને લેન્ડિંગ રોકી દેવામાં આવી હતી.સસેક્સ પોલીસે રાતે ૧૦ કલાકે બે જણની ધરપકડ કરી લીધી હતી. હાલ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ પહેલા વિમાનો રદ થવાને કારણે બ્રિટનનાં પરિવહન મંત્રી ગ્રેલિને કહ્યું કે આ ઘટનાનો આતંકવાદ સાથે સંબંધ હોવાનાં કોઇ સબૂત નથી. બીબીસી પ્રમાણે ગુરૂવાર રાત સુધી ૧,૨૦,૦૦૦ લોકોએ પોતાની મુસાફરી રદ કરાવી હતી. મહત્વનાં સાવચેતીનાં પગલાનાં કારણે એરપોર્ટ ફરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY