નાસિક,તા.૧૩
મહારાષ્ટ્ર ના કેટલાય વિસ્તારોમાં લોકો પાણીનાં એક ટીપાં માટે તરસી રહ્યા છે. અને અહીં, પાણીની કિંમત સોનાં બરાબર થઈ ગઈ છે. હાલત એટલાં ખરાબ છે કે, નાસિકમાં લોકો પાણીની ચોરી કરવા લાગ્યા છે. અહીં લોકોને, મહિનામાં ફક્ત એક વાર પીવાના પાણીની સપ્લાય થાય છે, જેને કારણે પીવાના પાણીની ચોરી થઈ રહી છે. ચોરીથી બચવા લોકોએ પીવાનાં પાણીની ટાંકીઓમાં તાળાં લગાવવાનું શરૂ કરી દીધું છે.
નાસિકના મનમાડ વિસ્તારમાં હાલત એવાં થઈ ગયા છે કે, લોકોએ હવે પાણી લૂંટવાનું શરૂ કરી દીધું છે. અહીં એક વ્યકિતએ પોલીસ સ્ટેશનમાં પાણી ચોરીની હ્લૈંઇ પર દાખલ કરાવી છે. ઘટના શ્રીવસ્તીનગરના રહેવાલી વિલાસ આહીરના ઘરની છે. તેઓએ જણાવ્યું કે, તેમના ઘરની છત પર પાણીની ટાંકી છે. તેમાં ૫૦૦ લિટર પાણી હતું. ટાંકીમાંથી ૨૫૦ લિટર પાણીની ચોરી થઈ ગઈ છે.
વિલાસે પોતાની ફરિયાદમાં જણાવ્યું કે, તેમની ટાંકીનું પાણી પ્યોરીફાઈ હતું. પીવાના પાણીની જ્યારે કમી જણાઈ તો તેઓએ ટાંકીની તપાસ કરી હતી. ત્યારે તેમના ધ્યાનમાં આવ્યું કે, ટાંકીમાં અડધું પાણી જ બચ્યું છે. પહેલાં વિલાસની ફરિયાદને પોલીસે મજાકમાં લીધી હતી. જા કે, વિલાસે આ મામલાને ગંભીર જણાવ્યો હતો. પોલીસને એ નથી સમજાતું, કે પાણી ચોરીની ફરિયાદ કઈ કલમમાં દાખલ કરવામાં આવે.
વિલાસે કહ્યું કે, પોલીસે આ મામલે યોગ્ય તપાસ કરવી જોઈએ. અને પાણી ચોરોને તાત્કાલિક પકડી લેવા જોઈએ. અમે લોકો પાણીની ટાંકીમાં તાળાં લગાવીને રાખીએ છીએ, કે જેથી પાણીની ચોરી ન થઈ શકે. તો પોલીસ ઈન્સ્પેક્ટરે જણાવ્યું કે, પાણી ચોરી એક દુર્ભાગ્યપુર્ણ ઘટના છે. તેઓએ કહ્યું કે, પોલીસ આ મામલે કાર્યવાહી કરશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




