યાત્રીઓથી ભરેલી બસ ખાડીમાં ખાબકતા ૧૫નાં મોત, ૧૭ ગંભીર રીતે ઘાયલ

0
10

જમ્મુ-કાશ્મીર,તા.૬
શનિવારે જમ્મુ-કાશ્મિરના રામબન જીલ્લામાં એક દર્દનાક અકસ્માતમાં ૧૫ લોકોના મોત થયા હતા. શ્રીનગર-જમ્મુ રાજ્યમાર્ગ પાસે થયેલા આ અકસ્માતમાં એક મિની બસના ચાલકે કાબૂ ગુમાવતા બસ ઊંડી ખીણમાં ખાબકી હતી.
અકસ્માત સમયે બસમાં ૩૨ લોકો મુસાફરી કરી રહ્યા હતા, જેમાંથી ૧૫ લોકોએ ઘટના સ્થળે જ દમ તોડ્યો હતો અને ૧૭ જણાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. ગંભીર રીતે ઘાયલ લોકોમાંથી પાંચ જણા સારવાર દરમિયાન મોતને ભેટ્યા હતા.
સ્થાનિકો દ્વારા ઘટનાની જાણકારી મળતા સૈન્ય જવાનો, પોલીસ પ્રશાસન તથા રાહત-બચાવ કાર્ય ટીમ ઘટના સ્થળે પહોચી હતી. ઘટનામાં ઘાયલ લોકોને એર એમ્બુલન્સની મદદથી ઉધમપુરના સૈન્ય દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની સંપૂર્ણ માહિતી આપતા જીલ્લાના એસએસપી અનિતા શર્માએ જણાવ્યું કે જેકે-૧૯-૧૫૯૩ નંબરની મિની બસ રામબનથી બનીહાલ તરફ જઈ રહી હતી ત્યારે હાઇવે પાસે આવેલા કેલા મોઠ વિસ્તારમાં બસચાલકે નિયંત્રણ ખોઇ બેસતા બસ ઊંડી ખાઇમાં પડી હતી. ઘટનાની સૌપ્રથમ જાણ થતા સેનાના જવાનોએ રાહત-બચાવની કામગીરી સંભાળી હતી અને ઘાયલોને સૈન્ય દવાખાને મોકલ્યા હતા. બચાવ કામગીરી હાલમાં ચાલું છે અને અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના મૃતદેહોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. મૃતકોની ઓળખાણ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને સાથે-સાથે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પણ મોકલવામાં આવી રહ્યા છે.
બસ જે ઊંડી ખીણમાં પડી છે ત્યાં તીવ્ર ઢાળ હોવાથી મૃતકોની લાશ બહાર કાઢવા તેમજ બચાવકાર્યમાં અવરોધ આવી રહ્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY