ક્લાર્કની પરીક્ષાના છેલ્લા દિવસે તંત્રએ કહ્યું, ૭૫ નહી પણ ૫૯ જગ્યા માટે પરીક્ષા છે

0
141

રાજકોટ,
તા.૨૪/૦૩/૨૦૧૮

રાજકોટ મનપાની છેલ્લી ઘડીની અવળચંડાઈ

કોર્પોરેશનના ઈતિહાસમાં સૌ-પ્રથમ વખત રાજ્યના પાંચ શહેરોમાં રવિવારે જુનિયર કલાર્કની પરીક્ષા લેવાનાર છે. મ્યુનિ. તંત્ર છેલ્લા ઘણા સમયથી ૭૫ જુનિયર કલાર્કની ભરતી માટે પરીક્ષા યોજનારી હોવાનું રટણ કરી રહ્યું હતું. તંત્ર દ્વારા જાહેર કરાયેલી યાદીમાં ૭૫નો આંકડો જ સત્તાવાર રીતે સામે આવ્યો હતો. ખુદ મેયરે પણ માધ્યમોમાં પરિક્ષાર્થીઓ માટે વિવિધ માધ્યમો દ્વારા પ્રસારિત કરેલી યાદીમાં પણ ૭૫નો જ આંક હતો. પરંતુ હવે અચાનક જ એક નવો ફણગો ફૂટયો છે અને આ પરીક્ષા ૭૫ નહીં પરંતુ ૫૯ જગ્યા માટે લેવાનારી હોવાનું જણાવાતા ૪૭,૫૦૨ પરીક્ષાર્થીઓના હૃદયના ધબકારા વધી ગયા છે.

મ્યુનિ. કમિશ્નર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, જુનિયર કલાર્ક માટેની પરીક્ષા ૭૫ નહી પરંતુ ૫૯ જગ્યા માટે લેવામાં આવશે. કારણ કે, બાકીની ૧૬ જગ્યા રદ્દ કરવા માટે ગત ૧૭ જૂનના રોજ જનરલ બોર્ડમાં ઠરાવ કરવામાં આવ્યો હતો. જેમાં એકાઉન્ટ શાખા દ્વારા એકાઉન્ટના જાણકાર ઉમેદવારોની માંગ કરવામાં આવી હતી. જેના અનુસધાને તા.૧૭ જૂન ૨૦૧૭ના રોજ જનરલ બોર્ડના ઠરાવ નં.૩૧ થી હિસાબી સ્ટાફ સેટઅપમાં જુનિયર કલાર્કની ૧૬ જગ્યા રદ કરાઈ હતી. તેમજ મનપાના સેટઅપ અને જરૂરિયાત મુજબ ૫૯ જુનિયર કલાર્કની જગ્યા ઉભી કરાઈ હતી.

ઉલ્લેખનીય છે કે, આગામી તા.૨૫ના રાજકોટ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર અને જામનગર અને જૂનાગઢ ખાતે સરકારી એજન્સી સ્પીપા મારફત આ પરીક્ષા લેવાનું મનપાએ નક્કી કર્યુ છે. આ પાંચ શહેરોમાં જુદી-જુદી શાળાના કોલેજના ૭૦ જેટલા પરીક્ષા કેન્દ્રો રાખવામાં આવ્યાં છે. પરીક્ષામાં સૌરાષ્ટના ૩૦૩૮૭ અને સૌરાષ્ટ બહારના ૧૭૧૧૫ મળી કુલ ૪૭,૫૦૨ ઉમેદવારો બેસવાના છે. એમસીક્્યૂ અને ઓએમઆર પદ્ધતિ પ્રમાણે આ પરીક્ષા લેવાનાર છે ત્યારે અચાનક જ ભરતીનો આંકડો ઘટી જતાં અનેક પરીક્ષાર્થીઓના હૃદયના ધબકારા વધી ગયાં છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY