ન્યુ દિલ્હી,તા.૨૨
ઘણી વાર એટીએમમાંથી રોકડ કાઢતી વખતે મુશ્કેલી થતી હોય છે. ઘણી વાર એવું પણ થાય છે કે, એટીએમમાંથી પૈસા નિકળતા નથી તેમ છતાં ખાતામાથી રકમ કપાતી હોય છે. આવી સ્થિતિમાં તમારા પૈસા માટે ક્લેમ કરવા માટે તમારે બેન્કમાં ફરિયાદ કરવાની રહેશે. ઘણાં કેસમાં બેન્ક આવા ટ્રાન્ઝેક્શન થવા પર રકમ ક્રેડિટ કરી દેતી હોય છે. પરંતુ કોઈ સંજાગોવશાત જા બેન્ક પૈસા જમા ન કરે અને તમને ખોટું થયાની જાણ થાય તો ફરીયાદ કરી શકો છો. આ જાણકારી કંઝ્યુમર મંત્રી રામવિલાસ પાસવાને આપી હતી.
પાસવાને પોતાના ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને આ વાત જણાવી હતી. એમણે આ બાબતે કહ્યું કે, એટીએમથી પૈસા કાઢતા સમયે જા ગ્રાહકને પૈસા નથી મળતા અને ખાતામાંથી રકમ કપાઈ જાય છે તો ગ્રાહક બેન્કમાં ફરીયાદ કરીને બેન્ક પાસેથી પોતાની સમસ્યાનું નિરાકરણ કરી શકે છે.
આવા એક કિસ્સામાં બેન્કે ગ્રાહકના આ પ્રશ્નનું સમાધાન ન કર્યું. ત્યાર બાદ ગ્રાહકે ઉપભોક્તા વિભાગમાં ફોન કરીને આ બાબતની જાણકારી આપી અને બહુ ઓછા સમયમાં જ ૧૮ દિવસોની અંદર જ આનું સમાધાન કરી આપવામાં આવ્યું હતું. અને તેને પોતાના પૈસા પાછા જમા થઈને મળી ગયા હતા. જા કિયારેય તમારી સાથે આવું થાય તો અઠવાડિયાના સાતેય દિવસોમાં ઉપભોક્ત હેલ્પલાઈન ટોલ ફ્રી નંબર ૧૪૪૦૪ અથવા ૧૮૦૦-૧૧-૪૦૦૦ ઉપર તમારી ફરીયાદ નોંધાવી શકો છો. અથવા .www.counsumarhelpline.gov.in વેબસાઈટ પર જઈને તમારી ફરીયાદ નોંધાવી શકો છો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




