ગુજરાતમાં દારૂબંધીનો કાયદો સરકારે કડક કર્યો છે. પણ રોજ અમર્યાદિત દારુ પિવાય છે. એક અંદાજ પ્રમાણે ગુજરાતમાં માથાદીઠ રોજ રૂ. 125નો દારુ પિવાતો હોવાનો અંદાજ નિવૃત્ત પોલીસ અધિકારી કહે છે. તેને સમર્થન આપતા આંકડા વિધાનસભામાં રજૂ થયા છે. જે પ્રમાણે બે વર્ષમાં રૂ. 148 કરોડનો દારુ પકડાયો છે. જે પકડાય છે તે 1 ટકાથી વધારે હોતો નથી. તેથી ગુજરાતના સરેરાશ પ્રત્યેક નાગરિક રૂ. 12નો દારુ પીવે છે. જોકે પીનારાઓ માંડ 50 ટકા ગણવામાં આવે તો પણ રોજ રૂ. 24નો દારુ વ્યક્તિ દીઠ પિવાય છે. ક્યાં કેટલો દારુ પકડાયો છે તેની વિગતો આ પ્રમાણે છે. કુલ દેશી દારુ 3,13,642 લીટર, કુલ વિદેશી બનાવટનો 90,22,408 બોટલ દારુ, કુલ બીયર 20,29,908 લીટર, કુલ કિંમતનો રૂ. 14,77,870,614 અને સાથે કુલ 60,331 વાહનો પકડાયા છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"