શિવાજીના પુત્ર સંભાજી વિરુદ્ધ અપમાનજક ઉચ્ચારણો સાથેનું પાઠ્ય પુસ્તક પરત ખેંચાયું

0
12

મુંબઈ,તા.૧૪
મહારાષ્ટ્ર માં શાળામાં પુરક વાંચન તરીકે બહાર પાડવામાં આવેલા પાઠ્ય પુસ્તકમાં શિવાજીના પુત્ર સંભાજીને દારૂડિયા ગણાવાયા હોવાથી આ મુદ્દે ભારે વિવાદ થતા વિપક્ષની માગણી સામે ઝુકીને સરકારે પુસ્તક પરત ખેંચવાની જાહેરાત કરી છે.
૧૭મી સદીના કવિ-સંત રામદાસના જીવન પર આધારિત પુસ્તક ‘સમર્થ શ્રી રામદાસ સ્વામી’ માં એવો ઉલ્લેખ કરાયો હતો કે સંભાજી વ્યભીચારી હતા. જા કે સર્વ શિક્ષણ અભિયાન અંતર્ગત આપવામાં આવેલા આ પુસ્તકને ભારે વિરોધ બાદ પરત ખેંચી લેવાયું છે.
મહારાષ્ટ્ર ના કોંગ્રેસના અધ્યક્ષ અશોક ચવ્હાણ અને એનસીપીના નેતા ધનંજય મુંડેએ વિધાનસભામાં આ પુસ્તક પરત ખેંચવા અને મહારાષ્ટ્ર ના શિક્ષણ મંત્રી વિનોદ તાવડે પાસેથી માફીની માંગ કરી હતી. શનિવારે મુંડેએ આ મુદ્દે લેખક અને નાગપુર સ્થિત પ્રકાશક વિરુદ્ઘ પગલાં લેવા માગ કરી હતી તેમજ શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગ્યું હતું.
સંભાજી બ્રીગેડે આ બાબતે શિક્ષણ કમિશ્નરને લેખિત ફરિયાદ કરી હતી જેમાં સંભાજી વિરુદ્ધ અપમાનજનક ઉચ્ચારણો હોવાનું જણાવ્યું હતું. મહારાષ્ટ્ર સ્ટેટ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રીસર્ચ એન્ડ ટ્રેનિંગે જણાવ્યું હતું કે આ પુસ્તકનો વિવાદ ઉકેલાય નહીં ત્યાં સુધી તે બાળકોને આપવામાં નહીં આવે. શાળામાં રહેલા પુસ્તકો હેડમાસ્ટર પાસે રાખવાનો આદેશ કરાયો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY