રાજપીપળા: નર્મદા જિલ્લા્માં તા. પ મી જુલાઇ, ૨૦૧૮ ને ગુરૂવારના રોજ સવારના ૬=૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સાગબારા તાલુકામાં- ૩૪ મિ.મિ., દેડીયાપાડા તાલુકામાં- ૩૪ મિ.મિ., નાંદોદ તાલુકામાં- ૩૨ મિ.મિ., તિલકવાડા તાલુકામાં ૧૭ મિ.મિ. વરસાદ અને ગરૂડેશ્વર તાલુકામાં ૦૮ મિ.મિ. વરસાદ નોંધાયાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
નર્મદા જિલ્લાિમાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની પરિસ્થિતિ જોઇએ તો ગરૂડેશ્વર તાલુકો- ૧૬૫ મિ.મિ. વરસાદ સાથે પ્રથમ સ્થાને, સાગબારા તાલુકો- ૧૫૩ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, દેડીયાપાડા તાલુકો – ૧૨૯ મિ.મિ. સાથે તૃતિય સ્થાને, નાંદોદ તાલુકો- ૧૦૧ મિ.મિ. ચતુર્થ સ્થાને અને તિલકવાડા તાલુકો- ૭૫ મિ.મિ. વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે.
નર્મદા જિલ્લા ના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ- ૧૦૮.૭૬ મીટર, કરજણ ડેમ- ૯૯.૭૨ મીટર, કાકડીંઆંબા ડેમ- ૧૮૧.૧૦ મીટર અને ચોપડવાવ ડેમ- ૧૮૧.૧૫ મીટરની સપાટી રહેવા પામી છે, જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેનું ગેજ લેવલ ૧૩.૮૦ મીટર હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







