ભરૂચ શહેરના જે.બી.મોદી પાર્ક પાસે આવેલ ભારતી રો હાઉસ ૨ ના એક મકાનમાં તસ્કરોએ ત્રાટકી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ જતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

બનાવ અંગેની મળતી વિગતો અનુસાર ભરૂચના જે.બી.મોદી પાર્ક પાસે આવેલ ભારતી રો હાઉસ ૨ મકાન નંબર સી ૫૩માં રહેતા ભલુભાઈ ગોહિલ અને પરિવારજનો મકાન બંધ કરી ગતરોજ રાતના હોસ્પિટલ ગયા હતા એ દરમ્યાન મોડી રાત્રે તસ્કરો તેમના મકાનમાં ત્રાટક્યા હતા અને મકાનમાંથી તિજોરી તોડી તેમના રાખેલ સોના ચાંદીના દાગીના સહીત હજારો રૂપિયાના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

જ્યારે સવારે પરિવાર ઘરે પરત ફરતા તેવોના ઘરમાં ચોરી થયેલ હોવનું માલુમ પડતાં તેવોએ
જાણ ભરૂચ એ ડીવીઝન પોલીસ મથકે બનાવ સંદર્ભે ફરિયાદ નોધવાની તજવીજ હાથ ધરી હતી.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ. મો:-9537920203.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





