ટ્રેડ વોરનો ખતરો : કોમોડિટીની કિંમતોમાં ભડકો થવાના એંધાણ

0
79

નવીદિલ્હી, તા. ૫
ટ્રેડ વોરને લઇને સંકટના વાદળો ઘેરાયેલા છે. જાણકાર નિષ્ણાતોનું કહેવું છે કે, જો ટ્રેડવોરની શરૂઆત થશે તો કોમોડિટીની કિંમતો નવી ઉંચી સપાટી ઉપર પહોંચી શકે છે. ભારત ઉપર ટેરિફ વોરની કોઇ પ્રત્યક્ષ પ્રતિકુળ અસર થવાની સંભાવના દેખાઈ રહી નથી પરંતુ પરોક્ષરીતે તેની અસર ચોક્કસપણે થશે. સેકન્ડ ઓર્ડર ઇફેક્ટ જાવા મળી શકે છે. મેકેન્સીમાં ગ્લોબલ સીઈઓ કેવિન સ્નેડરે માહિતી આપતા કહ્યું છે કે, ભારત ઉપર ગ્લોબલ ટ્રેડવોરને લઇને કોઇ પ્રતિકુળ અસર થનાર નથી પરંતુ તેની અસર ચોક્કસપણે રહેશે. સ્નેડરે હાલમાં જ દક્ષિણ આફ્રિકામાં પ્રવર્તી રહેલા કૌભાંડના મામલામાં પણ વાત કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, ટ્રેડવોરની અસર ભારત ઉપર નહીવત જેવી થનાર છે. ભારતીય સ્ટીલ નિકાસકારો કુલ ઉત્પાદનને આશરે ૧૦ ટકાનો આંકડો ધરાવે છે. આંકડો ખુબ ગંભીર છે પરંતુ આંકડો ખુબ મોટો નથી. તેમના કહેવા મુજબ કોમોડિટી પર વારે અસર થનાર છે. કેટલીક કોમોડિટીની વૈશ્વિક કિંમતો ઉપર તેની અસર વધારે થશે અને ચીજવસ્તુઓના ભાવમાં વધારો થશે. તેલ કિંમતોના સંદર્ભમાં પુછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, આને લઇને તેઓ ગણતરી કરી રહ્યા નથી. ભારત અને અન્ય દેશોને તેલના મામલે ચોક્કસપણે અસર થઇ શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકા દ્વારા ટ્રેડવોરને લઇને કોઇ ખાતરી આપી નથી. ચીન ઉપર યુએસ ટેરિફ લાગૂ કરવાને લઇને સમય મર્યાદા તોળાઈ રહી છે. રોકાણકારો આ બાબતોને સમજી રહ્યા છે. વૈશ્વિક બજારોમાં આની સીધી અસર દેખાવવાની શરૂઆત થઇ ચુકી છે. અમેરિકા ચીન તરફથી ૫૦ અબજ ડોલરની કિંમતની આયાત ઉપર ટેરિફ લાગૂ કરવાની યોજના ધરાવે છે. બંને દેશો છેલ્લા ઘણા સમયથી ખેંચતાણની સ્થિતિમાં છે. બંને વચ્ચે નિરાશાજનક વેપાર સંબંધો દેખાઈ રહ્યા છે. તાજેતરના સપ્તાહમાં આના કારણે વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં જોરદાર કડાકો બોલી ગયો છે. છઠ્ઠી જુલાઈના દિવસે ૩૪ અબજ ડોલરની કિંમતની આયાત ઉપર ટેરિફ અમલી બની જશે. બીજી બાજુ જા અમેરિકા ટેરિફને અમલી કરશે તો ચીને પણ વળતા પગલા લેવાની ખાતરી આપી છે. આવી સ્થિતિમાં ટ્રેડવોરની સંભાવના દેખાઈ રહી છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY