ચેન્નાઈ-મુંબઈ,તા.૨૬
સાઉથના મેગાસ્ટાર રજનીકાંતને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ સર્જક એસ શંકરની ફિલ્મ ૨.૦માં અક્ષય કુમારે કરેલા રોલ માટે ડાયરેક્ટરની પહેલી પસંદ હોલિવૂડનો મેગા એક્શન સ્ટાર આર્નોલ્ડ શ્વાર્ત્ઝનેગર હતો એવું ખુદ શંકરે જાહેર કર્યું હતું.
સ્પેશિયલ ઇફેક્ટસ પાછળ થયેલા ગંજાવર ખર્ચના કારણે મૂળ ૪૦૦ કરોડના બજેટની આ ફિલ્મ પાછળ ૬૦૦ કરોડનો ખર્ચ થયો હતો. ઉપરાંત ખાસ્સો વિલંબ પણ થયો હતો. મૂળ આ ફિલ્મ ગયા વરસે રજૂ કરવાની શંકરની યોજના હતી. હવે ફિલ્મ આ સપ્તાહે રજૂ થવાની છે ત્યારે શંકરે મિડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે અક્ષય કુમારે કરેલા રોલ માટે મારા મનમાં હોલિવૂડનો મેગા એક્શન સ્ટાર આર્નોલ્ડ શ્વાર્ત્ઝનેગર હતો. પરંતુ અમારી વાત જામી નહીં. એટલે અમે અક્ષય કુમારને પસંદ કર્યો.
‘જા કે અક્ષય કુમારે મને સંતોષ થાય એ રીતે આ પાત્રને ન્યાય આપ્યો છે એટલું મારે જરૃર કહેવું જાઇએ નહીંતર અક્ષયની પ્રતિભાને અન્યાય થાય’ એમ શંકરે ઉમેર્યું હતું.
અક્ષય કુમારે તો રજનીકાંત સાથે કામ કરવાની તક મળે એટલા ખાતર જ આ ફિલ્મ સ્વીકારી હતી. આ રોલ માટે એને રોજ ચચ્ચાર કલાક પ્રોસ્થેટિક મેકપ માટે બેસવું પડતું હતું અને શોટ પૂરો થઇ ગયા બાદ મેકપ કાઢવા માટે બીજા દોઢેક કલાક લાગતો હતો. અક્ષય કુમારે જે રીતે આ રોલ કર્યો છે એના મોંફાટ વખાણ ખુદ રજનીકાંતે કર્યા હતા. આ ફિલ્મ ૨૦૧૦માં રજૂ થયેલી રજનીકાંતની શંકર નિર્દેશિત ફિલ્મ એન્થીરન (રોબોટ)ની સિક્વલ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






