ધર્મસભાની ઐસી-તૈસી : શિયાળુ સત્રમાં મંદિર મુદ્દે વટહુકમ નહિ લાવે મોદી સરકાર

0
9

કોર્ટના ચુકાદાની રાહ જાઈશુંઃ અમિત શાહ
ન્યુ દિલ્હી,તા.૨૬
અયોધ્યા મામલામાં હિન્દુ સંગઠનો, સંતો દ્વારા ધર્મસભા યોજી મોદી સરકાર ઉપર વટહુકમ લાવવાનું દબાણ લાવવામાં આવ્યુ છે પરંતુ આવા વટહુકમનો કોઈ સંકેત મળતો નથી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે જણાવ્યુ છે કે સરકાર આવતા વર્ષના જાન્યુઆરીમાં સુપ્રિમ કોર્ટની સુનાવણીની રાહ જાશે. આ સાથે શિયાળુ સત્રમાં રામ મંદિર નિર્માણ માટે બીલ કે તે પછી વટહુકમ લાવવાની અટકળો પર વિરામ લાગી ગયુ છે.
અમિત શાહે જણાવ્યુ છે કે મામલો સુપ્રિમ કોર્ટમાં પેન્ડીંગ છે અને તેની સુનાવણી સુધી આપણે રાહ જાવી જાઈએ. ભાજપના અધ્યક્ષના આ નિવેદનથી એવો સંકેત મળે છે કે સરકારે હજુ સુધી વટહુકમની મદદથી અયોધ્યામાં વિવાદીત સ્થળે રામ મંદિર નિર્માણનો ફેંસલો લીધો નથી. તેમણે કહ્યું હતુ કે પક્ષ અને સરકાર સુપ્રિમ કોર્ટની સુનાવણી સુધી રાહ જાશે. તેમણે આશા વ્યકત કરી હતી કે જાન્યુઆરીમાં સુપ્રિમ કોર્ટમાં સુનાવણી થશે અને બધુ ઠીક થઈ જશે.
તેમણે જણાવ્યુ હતુ કે, સુપ્રિમ કોર્ટમાં આ મામલો ૯ વર્ષથી વિચાર હેઠળ છે. કોંગ્રેસની જેમ ભાજપે સુપ્રિમ કોર્ટમાં કદી નથી કહ્યું કે, કેસને ટાળવામાં આવે. અમિત શાહે કહ્યું હતુ કે અમારૂ ચાલતુ હોત તો આ મામલો અગાઉથી જ ઉકેલી લેવાયો હોત.
તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, ભાજપ ત્રણેય રાજ્યોમાં પોતાની સત્તા બચાવી લેશે. તેમણે લોકોનો સંતોષ હોવાની વાત નકારી કાઢી હતી. તેમણે કહ્યું હતુ કે ૩ રાજ્યોના પરિણામોથી પીએમ મોદીની છબી મજબુત થશે અને ૨૦૧૯ની ચૂંટણી પણ અમે જીતશું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY