પોરબંદરના ભારવાડા તથા બૈરા ગામ પાસે આવેલા તળાવને કાંઠે પુત્રીની નજર સમક્ષ જ પિતા પર ચાર શખ્સોએ ધારિયાથી હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા

0
271

પોરબંદર:

પોરબંદરના ભારવાડા તથા બૈરા ગામ પાસે આવેલા તળાવને કાંઠે ગઈકાલે મધ્યરાત્રીએ પોતાના ખેતરમાં સૂતેલા એક ખેડૂત પરિવાર પર 4 શખ્સોએ હુમલો કરી ખેડૂતની હત્યા કરી હતી. જ્યારે તેની પત્ની અને પુત્રીને ગંભીર ઈજાઓ પહોંચાડી સોનાના દાગીના અને રોકડ રકમની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા. બનાવની જાણ થતાં સમગ્ર પોરબંદર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ભારવાડા ગામની સીમ વિસ્તારમાં ભીમાભાઈ નાથાભાઈ મોઢવાડીયાનું ખેતર આવેલું છે. આ ખેતરમાં જ ઘર બનાવી ભીમાભાઈનો પરિવાર વસવાટ કરે છે. જોકે રવિવારે રાત્રે આ પરિવારજનો સૂતો હતો ત્યારે 12:30 વાગ્યાના અરસામાં 4 જેટલા અજાણ્યા શખ્સો તેમના ખેતરમાં ઘૂસી આવ્યા અને ખેતરમાં બનાવેલા ઘરની બહાર સુતેલા 45 વર્ષીય ભીમાભાઈ પર ધારીયા અને ધોકા અને લાકડાનાં તિક્ષ્ણ હથીયારો વડે હુમલો કર્યો હતો. ત્યાર બાદ આ શખ્સો તેમના ઘરમાં ઘૂસી ગયા હતા અને ભીમાભાઈની પત્ની લાખીબેન તથા પુત્રી શાંતિ ઉપર હુમલો કરી રૂમમાં મારેલું તાળું તોડી નાખ્યું હતું. રૂમમાં ઘૂસી રૂમનો તમામ સમાન અસ્તવ્યસ્ત કરી નાંખી રૂમમાં પડેલા 21 તોલા વજનના સોનાના દાગીના અને રોકડા રૂપીયા 80,000ની લૂંટ ચલાવી હતી અને નાસી છૂટ્યા હતા. આ બનાવ દરમિયાન આ ચાર શખ્સોએ ભીમાભાઈના માથામાં મરણતોલ ઘા માર્યા હોવાને લીધે ભીમાભાઈનું સારવારમાં પહોંચે તે પહેલા મોત નિપજ્યું હતું. ભીમાભાઈનો પરિવાર ગઈકાલે રાત્રે 10 વાગ્યે સૂઈ ગયો હતો. ભીમાભાઈ ઘરની બહાર ખાટલો નાંખીને સૂઈ રહ્યા હતા, જ્યારે તેમના પત્ની લાખીબેન અને પુત્રી શાંતિ ઘરની ઓસરીનો દરવાજો અંદરથી બંધ કરી ઓસરીમાં સૂતા હતા. તેમની પુત્રી શાંતિના જણાવ્યા અનુસાર રાત્રે લગભગ સાડા બાર વાગ્યાના અરસામાં કોઈએ ઓસરીનો દરવાજો ખટખટાવ્યો હતો. દરવાજો ખખડતા માતા-પુત્રી બન્નેની ઉંઘ ઉડી ત્યારે બહારથી તેના પિતાને કોઈ મારતું હોય તેવા અવાજ આવતા હતા. જેથી તેની માતાએ દરવાજો ખોલી નાંખ્યો હતો અને દરવાજો ખોલતાની સાથે જ બે જણાં અંદર ઘૂસી આવ્યા હતા. જેમાંથી એક જણાએ તેની મમ્મીના માથા અને હાથ પર ધારીયા વડે હુમલો કર્યો હતો, જ્યારે એક શખ્સે પુત્રી શાંતિના માથા પર હુમલો કરી ઓસરીની લગોલગ આવેલા રૂમના દરવાજે મારેલા તાળાની ચાવી માંગી હતી. શાંતિએ ચાવી ન આપતા આ શખ્સોએ રૂમના દરવાજે મારેલું તાળું તોડી નાખ્યું હતું અને રૂમમાં ઘૂસી લૂંટ કરી નાશી છૂટ્યા હતાં. મૃતકની પુત્રી શાંતિએ જણાવ્યું હતું કે, તેના પિતાની હત્યા કરી લૂંટ ચલાવનારા ચાર શખ્સો પરપ્રાંતિય હોવાનું જણાતું હતું પરંતુ તેઓ ગુજરાતીમાં જલ્દી કરો..જલ્દી કરો…તેવી વાતચીત પણ કરતા હતા. ભીમાભાઈને સંતાનમાં 3 દીકરીઓ છે. જેમાંની એક દીકરીના લગ્ન 3 વર્ષ પહેલા થઈ ગયેલા છે. જ્યારે બીજી દીકરી નીતાબેનના લગ્ન 10 દિવસ પહેલા જ કરવામાં આવ્યા હતા.

12:09 PM

Type a message

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY