રાહુલ ગાંધી હવે મારા પણ બોસ છેઃ સોનિયા ગાંધી

0
109

ન્યુ દિલ્હી,

કોંગ્રેસની સ્ટીયરિંગ કમિટીએ રાહુલના અધ્યક્ષ પદ પર પસંદગી પર સત્તાવાર રીતે મહોર મારવા માટે ૧૬થી ૧૮ માર્ચ સુધી દિલ્હીમાં પ્લેનરી સેશન બોલવવાનો નિર્ણય કર્યો છે. ત્યાં પણ રાહુલની નવી ગાંધી કોંગ્રેસ કાર્યસમિટીની પહેલી ઝલક મળી શકે છે. સ્ટીયરિંગ કમિટીમાં જ્યારે રાહુલ ગાંધીનો બોલવાનો વારો આવ્યો તો, તેમને પાર્ટીમાં યુવાઓ, મહિલાઓ અને પછાત વર્ગના લોકોને જગ્યા આપવાની વકાલત કરી હતી. તે દરમિયાન રાહુલ ગાંધીએ પાર્ટીને નવો લૂક આપવાની વાત કરી હતી. ત્યારે સોનિયા ગાંધી મુસ્કુરાઈને વચ્ચે બોલી ઉઠ્યા હતા કે, અહી તો બધા જુના ચહેરા જ નજરે પડી રહ્યાં છે. સોનિયાના આ નિવેદનથી જુના કોંગ્રેસીઓ સન્ન રહી ગયા અને તેમના મોઢા પર તણાવ સ્પષ્ટ નજરે પડી રહ્યો હતો.
અસલમાં સોનિયાએ પોતાની રાજકિય ઈનિંગના અંતિમ પડાવમાં ઉભેલા જુના નેતાઓને સંદેશ આપી દીધો છે કે, હવે જગ્યા ખાલી કરવા માટે માનસિક રૂપથી તૈયાર થઈ જવું જાઈએ. જાકે, રાહુલની આ વાતથી જુના નેતાઓના ચહેરા પર મુસ્કુરાહટ આવી ગઈ હતી કે, યુવા જાશ સાથે અનુભવની પણ જરૂરત પડશે.
સોનિયા ગાંધીએ સંસદમાં પાર્ટી નેતાઓને સંસદીય પક્ષના પ્રમુખ તરીકે સંબોધન કરતાં જણઆવ્યું કે, હવે રાહુલ ગાંધી તેમના પણ બોસ છે. તેમને બધા જ પાર્ટી નેતાઓને સંકેત આપી દીધો છે કે, હવે રાહુલ જ બધાના નેતા છે અને પાર્ટીમાં આંતર-પ્રત્યાયન જૂથોને છોડીને રાહુલની પાછળ જ ઉભા રહેવું પડશે.
કોંગ્રેસ સ્ટીયરિંગ કમિટીની થયેલ બેઠક બાદ હવે તે વાત નક્કી થઈ ગઈ છે કે, કોંગ્રેસ કાર્યકમિટીમાં યુવા ચહેરાની બોલબાલા હશે. પÂબ્લસિટીથી દૂર રહીને તન-મનથી જમીન પર પાર્ટીનું કામ કરનાર કેટલાક નેતાઓ રાહુલ ગાંધીની નવી પાર્ટીમાં એન્ટ્રી મારી શકે છે. કેટલાક ચોકાવનારા નામો પણ સંગઠનમાં સામેલ થઈ શકે છે. એટલે આવનારા દિવસોમાં એવી કોંગ્રેસ જાવા મળશે, જેનો દાવો રાહુલ વર્ષોથી કરી રહ્યા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY