સરકારે સફરજનની આયાત પરથી પ્રતિબંધન હટાવ્યો

0
125

ન્યુ દિલ્હી,
તા.૨૮/૦૩/૨૦૧૮

હવે કોઈ પણ બંદર પરથી સફરજનની આયાતને પરવાનગી અપાશે

ખુબ જ જલ્દી તમને સસ્તા સફરજન (APPLE)ખાવા મળશે. સરકારે સફરજનની આયાત (IMPORT) પરથી પ્રતિબંધ હટાવી લીધો છે. હવે દેશના કોઇ પણ બંદર પરથી સફરજનની આયાતને પરવાનગી આપી દેવાઇ છે.

દિલ્હીમાં જમીન પોર્ટ અને એરપોર્ટના માધ્યમથી તથા માત્ર ભારતની જમીની સરહદોના માધ્યમથી સફરજનની આયાત કરી શકાશે. વિદેશ વેપારના ડાયરેક્ટોરેટ જનરલ (ડીજીએફટી)એ એક અધિસૂચનામાં જણાનવ્યુ કે, સફરજનની આયાત પર પોર્ટ પર અંકૂશને હટાવી દેવાયો છે. આ પગલાથી ઘરેલુ બજારમાં ફળની ઉપલબ્ધતા વધારવા માટે અને તેની કિંમતોમાં કમી લાવવા માટે મદદ મળી રહેશે.

દેશમાં સફરજન સૌથી વધુ ખવાતા ફળોમાં સામેલ છે. ભારત દુનિયામાં ત્રીજા નંબરનું સૌથી મોટુ સફરજનનું ઉત્પાદક છે. દેશમાં સફરજનનું ઉત્પાદન જમ્મૂ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડનાં પહાડી રાજ્યો સુધી જ સીમીત છે. ભારત, અમેરિતા, ચીન, ચીલી, ન્યૂઝીલેન્ડ, ઇટલી, ઇરાન અને અફઘાનિસ્તાનથી સફરજનની આયાત કરે છે. એપ્રિલ-જાન્યુઆરી ૨૦૧૮ દરમિયાન, ભારતનું સફરજન આયાત ૧૯૩૭ કરોડ રૂપિયા (૨૯.૮ કરોડ ડાલર)નું રહ્યું છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY