2019 માં 4 વર્ષની સફળતાનો મેનીફેસ્ટો લઇ ભાજપા મેદાન માં ઉતરી,રાજપીપલા માં પ્રબુદ્ધ નાગરિક શિબિર યોજાઈ 

0
33

પ્રજાને મોદી સરકારે કરેલા સારા કામો દેખાડવા અને વોટબેન્ક ઉભી કરવા આહવાન કરાયું 

રાજપીપળા :  2019 માં લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે ભાજપા 4 વર્ષની સફળતાનો મેનીફેસ્ટો લઇ મેદાન માં ઉતરી યુપીએ સરકારે ગત ચૂંટણીમાં જે પોઝિટિવ પ્રચાર કર્યો હતો જે રીતે હાલ ભાજપા મોદીના સારા કાર્યોને લોકો સુધી પહોંચાડો ઘરે ઘરે લોકોને જઈ સમજાવો ની તાલીમ રાજપીપલા માં પ્રબુદ્ધ નાગરિક શિબિર યોજી  આપાવામાં આવી. જેમાંાં નવસારીના સાંસદ સી.આર.પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

મોદી સરકાર ના ચાર વર્ષ પૂર્ણ થયા છે ત્યારે મોદી સરકારની સિદ્ધિઓ ઘર ઘર સુધી પહોંચાડવાના લક્ષ્ય સાથે સમગ્ર ભારતમાં બીજેપી કાર્યકર્તાઓ દ્વારા વિવિધ બેઠકો યોજવામાં આવે છે. ત્યારે આજે નર્મદા જિલ્લા બીજેપી દ્વારા નવસારી ના સાંસદ સી.આર.પાટીલ ની અધ્યક્ષતામાં રાજપીપળાના ટાઉન હોલ ખાતે જિલ્લાભરના પ્રબુદ્ધ નાગરિકો સાથે એક વાર્તાલાપ યોજાયો જેમાં જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ દેસાઈ મહામંત્રી ગજેન્દ્રસિંહ જાડેજા તથા પૂર્વ ધારાસભ્ય મોતીલાલ વસાવા, વિપક્ષ નેતા કિરણ વસાવા, મહિલા આગેવાન ડો.દર્શના દેશમુખ, ભરતી તડવી, સહીત પ્રબુદ્ધ નાગરિકો અને બીજેપી કાર્યકરો ને મોદી સરકારની સિદ્ધિઓ થી વાકેફ કર્યા સાંસદ સી.આર.પાટીલે પત્રકારો સાથે ની વાતચીત માં જણાવ્યું કે મોદી સરકાર ની સર્વ શ્રેષ્ઠ સિદ્ધિ એ છે કે સમગ્ર વિશ્વમાં આજે ભારત નો ડંકો વાગે છે જે ઘણી સારી બાબત છે વધુમાં તેમને વધતા જતા પેટ્રોલ ડીઝલ ના ભાવ અંગે ટિપ્પણી કરતા જણાવ્યું કે મોદી સરકાર આ અંગે ખુબ ચિંતિત છે પરંતુ ચીલાચાલુ ટૂંકા ગાળા ની નહિ પણ તે નક્કર સ્થિરતા ઈચ્છે છે અને તેને માટે સરકાર ચિંતિત છે, ની વાત કરી હતી.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મોં.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY