PGVCLની પ્રસંશનીય કામગીરી ભુજ અને માંડવીમાં ૬૭૨ ટીસીને ફેન્સિંગથી સુરક્ષિત કરવાની કામગીરી શરૂ

0
224

ભુજ: પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ભુજ અને માંડવીમાં કુલ મળીને ૬૭૨ જેટલા ટ્રાન્સફોર્મરને ફેન્સીંગથી કવર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ તમામ ટ્રાન્સફોર્મર કવર થઇ ગયા બાદ ખાસ કરીને ચોમાસા સમયગાળા દરમિયાન જે અકસ્માતના બનાવો બનતા હોય છે, તે અટકી જશે અને કોઈ દુર્ઘટના જેવો બનાવ બનશે નહીં તેઓ આશાવાદ પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના નવા આવેલા અધિક્ષક ઇજનેર શ્રી બી.પી.જોશીએ જંગ એ ગુજરાત ન્યુઝ સાથે વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું.

તેમણે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે ભુજ શહેરમાં કુલ મળીને ૫૨૦ જેટલા ટ્રાન્સફોર્મર ફેન્સીંગ સુરક્ષિત કરવામાં આવી રહ્યા છે. જ્યારે માંડવીમાં કુલ મળીને ૧૫૨ જેટલા ટ્રાન્સફોર્મરને ફેન્સિંગથી સુરક્ષિત કરવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકારની IPDS યોજના હેઠળ કામગીરી શરૂ કરવામાં આવી છે. IPDSની યોજના માટે કચ્છના બે તાલુકા ભુજ અને માંડવીને પ્રથમ પસંદગી કરવામાં આવી છે. આ યોજના રૂ.૨.૩૫ લાખના ખર્ચે ટ્રાન્સફોર્મરને સુરક્ષીત કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ કામ ઝડપી વેગથી પરિપૂર્ણ થાય તે માટે સતત પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના અધિકારીની ટીમ દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. એમ શ્રી બી.પી. જોષીએ અંતમાં ઉમેર્યું હતું.

રિપોર્ટર ગૌતમ બુચિયા
કચ્છ ભુજ
મો.૯૭૧૪૦૬૫૪૦૫

જંગે-એ-ગુજરાત ગુજરાત વેબ ન્યૂઝ પોર્ટલ માટે માનદ પ્રતિનિધિ નીમવાના છે તો સંપર્ક કરો
મો.૯૯૭૮૪૦૬૯૨૩

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY