લખનઉ,તા.૯
ઉત્તરપ્રદેશના મિર્ઝાપુરમાં માત્ર ૩૧૨ રૂપિયાના મામલે મહિલાને ૪૧ વર્ષ સુધી કોર્ટના ચક્કર ખાવા પડ્યાં હતા. શુક્રવારે કોર્ટે આ મામલે ગરબડી પકડી. જે બાદ કેસ પૂરો થયો અને વૃદ્ધ મહિલાએ રાહતનો શ્વાસ લીધો. આ કેસની ફાઈલ ૧૧ જજની સામેથી પસાર થઈ, પરંતુ કોઈએ કલાર્કની ભૂલ પર ધ્યાન આપ્યું ન હતું.
૧૯૭૫માં મિર્ઝાપુરની ગંગા દેવીના મકાનની જપ્તીનો આદેશ જાહેર થયો હતો. તેઓએ તેના વિરૂદ્ધમાં સિવિલ જજની અદાલતમાં કેસ દાખલ કર્યો હતો. ૧૯૭૭માં કોર્ટે મહિલાને કોર્ટ ફી તરીકે ૩૧૨ રૂપિયા જમા કરાવવાના આદેશ આપ્યાં હતા. રૂપિયા જમા કરાવતા કોર્ટે કેસ ખતમ કરી દીધો હતો. જે બાદ રાજ્ય સરકારને ચુકાદા વિરૂદ્ધ સેશન કોર્ટમાં અપીલ કરી હતી. અહીં કોર્ટે તેને ફગાવી પત્રાવલી નીચલી અદાલતને મોકલી દીધી. પરંતુ કલાર્કની ભૂલથી કોર્ટ ફી જમા કરાવવાની વાત દસ્તાવેજમાં નોંધવામાં આવી ન હતી.
કેસની અરજી કરનાર મહિલા ગંગાની ઉંમર હવે ૮૦ વર્ષની થઈ ગઈ છે. ૪૧ વર્ષમાં આ કેસની ફાઈલ ૧૧ જજની સામેથી પસાર થઈ, પરંતુ કોઈ પણ ભૂલ ન પકડી શક્્યા. જ્યારે મામલો સિવિલ જજ લવલી જયસ્વાલની કોર્ટમાં પહોંચ્યો તો ભૂલ સામે આવી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




