મુંબઈ,તા.૯
બોલીવુડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારને અચાનક થયેલા છાતીમાં દુખાવાને કારણે શુક્રવારે લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જાકે, તેમના સ્વાસ્થ્યથી જાડાયેલી ખબર તેમની પત્ની સાયરા બાનો સતત ફેન્સ સાથે શેર કરી રહી છે.
દિલીપ કુમારના સ્વાસ્થ્યને લઇને તેમણે કહ્યુ કે મેડિકલ રિપોર્ટમાં હળવા ન્યુમોનિયાના લક્ષણ જાવા મળ્યા હતા. જ્યારે હાલમાં જ દીલીપ કુમારના સ્વાસ્થ્યથી જાડાયેલી નવી અપડેટ આવી છે. જેમા તેમના સ્વાસ્થ્યને પહેલાથી સારું છે તેમ જણાવ્યું છે.
સાયરા બાનોએ કહ્યુ છે કે દિલીપ સાહેબને છાતીમાં ઇન્ફેક્શનની સમસ્યામાં થોડીક રાહત મળી છે. સારા મેડીકેશનના કારણે સુધારો થયો છે. પરંતુ હજૂ થોડોક સમય લાગી શકે છે. તમે દરેક લોકો તેમના માટે આજ રીતે પ્રાર્થના કરતા રહો અને જેને લઇને તમારા લોકોનો આભાર વ્યક્ત કરુ છું.
ઉલ્લેખનીય છે કે ગત કેટલાક વર્ષથી દિલીપ કુમારની તબિયત સારી નથી. જેના કારણે સાયરા બાનો પડછાયાની જેમ તેમની સાથે રહે છે. જણાવી દઇએ કે દિલીપ કુમારનો જન્મ પેશાવરમાં ૧૧ ડિસેમ્બર, ૧૯૨૨એ થયો હતો. તેમણે તેમના ફિલ્મી કરિયરની શરૂઆત દેવિકા રાનીની ફિલ્મ જ્વાર ભાટા ૧૯૪૪માંથી કરી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




