૩૫ લાખના દારૂ મામલે સુરેન્દ્રનગરમાં આર.આર.સેલનાં જુદાજુદા દરોડા મામલે ત્રણ પોલીસકર્મી સસ્પેન્ડ

0
33

સુરેન્દ્રનગર,તા.૧૯
ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામ પાસેથી આર.આર.સેલ દ્વારા ઝડપાયેલ દારૂ મામલે રાજકોટ રેન્જ આઈજી સંદીપસિહની સૂચનાથી જિલ્લા એસ.પી એ ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ આઇટપોસ્ટના બીટ જમાદારને સસ્પેન્ડ કરાતાં ચકચાર મચી ગયેલ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામની સીમમાંથી રૂ .૩૫ લાખનો દારૂ તાત્કાલીન આર.આર.સેલ દ્વારા ઝડપાયા બાદ આખી એલ.સી.બી ની બદલી અને છ ને સસ્પેન્ડ કર્યા હતા. એવામાં કોંઢ ગામની સીમમાંથી બાતમીના આધારે રાજકોટ આર.આર.સેલ દ્વારા રેડ કરી ૩.૦૫ લાખ રૂપિયાની કિંમતનો ભારતીય બનાવટનો દારૂ ઝડપી લેવાયો હતો. આ બાબતને ગંભીરતા થી લઈ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના આઉટ પોસ્ટના બીટ જમાદાર ગજેન્દ્રસિહ બળવંતસિહ રાણાને સસ્પેન્ડ કરાતા ચકચાર મચી જવા પામી છે. સુરેન્દ્રનગરના લીંબડી પોલીસની હદમાંથી ઝડપાયેલ જુગાર મામલે લીંબડીના બે પોલીસકર્મીને સસ્પેન્ડ કરાતા ચકચાર પ્રાપ્ત વિગત અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી વિસ્તારના ચુડા બાયપાસ પાસે ભોગાવો નદીના કાંઠે જાહેરમાં આરોપી હકાભાઈ કાનાભાઈ જાગરાણા બહારથી માણસો બોલાવી પાસાનો જુગાર રમી રમાડતા છ લોકો પકડાયેલ ૧૬ નાસી ગયા હતા. આરોપીઓ પાસેથી રૂ.૩,૦૪,૨૯૦ ના મુદામાલ સાથે પકડી પાડ્યો હતો. જે મામલે લીંબડી પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઇ તરીકે ફરજ બજાવતા ધીરુભાઈ ગફુરભાઈ ચીહલા અને લોકરક્ષક તરીકે ફરજ બજાવતા કુલદીપસિંહ ગોહિલને સસ્પેન્ડ કરાતા પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે. હાલ આ ત્રણ પોલીસકર્મીને જિલ્લા પોલીસે ફરજમાં બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કર્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY