ન્યુ દિલ્હી,તા.૧૯
કોંગ્રેસ છેલ્લા અનેક મહિનાઓથી કહી રહી છે કે, પાર્ટી પાસે ફંડની ઉણપ છે. લોકસભા ચૂંટણીમાં છ મહિનાથી ઓછો સમય છે. જેને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ ફંડની વ્યવસ્થા કરવામાં જાડાઇ ગઇ છે. ફંડ એકઠું કરવામાં લાગી ગઇ છે. ફંડ એકઠું કરવા માટે કોંગ્રેસ લોકસંપર્ક અભિયાન શરૂ કરવા જઇ રહી છે. કોંગ્રેસ આ અભિયાન મહાત્મા ગાંધી જ્યંતિ ઉપર ૨ ઓક્ટોબરથી શરુ કરશે. જેમાં પાર્ટી ફંડ ઉઘરાવીને પૈસા ભેગા કરશે.
લોક સંપર્ક મૂવમેન્ટ થકી કોંગ્રેસનો ધ્યેય ૪૫ દિવસમાં ૫૦૦ કરોડ રૂપિયા એકઠા કરવાનો છે. આથી સૌથી પહેલા પાર્ટીના સાંસદ અને ધારાસભ્યો પોતાની એક મહિનાનો પગાર આપશે આ ઉપરાંત દેશભરમાં ૧૦ લાખ બુથો ઉપર દરેક બુધ ઉપર રૂ. ૫૦૦૦ જવા કરાવવામાં આવશે.
કોંગ્રેસની દરેક શાખાઓ ઇંડિયન યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ અને અન્ય આ અભિયાનમાં આગળ વધાવશે. આ જવાબદારી લીધા પછી અહમદ પટેલ રાજ્ય અધ્યક્ષ અને કોંગ્રેસની વરીષ્ઠ લિડર સાથે મળી રહ્યા છે.
પ્રિન્ટ પ્રમાણે રાહુલ ગાંધી સામે એક અંદરનો રિપોર્ટ રજૂ કર્યો છે. જેમાં જણાવ્યા પ્રમાણે ૨૦૧૯માં લોકસભા ચૂંટણી માટે ૧૦૦૦ કરોડ રૂપિયાની જરૂરત હોય છે. મે ૨૦૧૮માં પાર્ટીના સોશિયલ મીડિયા ઉપર લોકોને કહ્યું હતું કે, પાર્ટીને રૂ.૨૫૦થી લઇને રૂ.૧૦,૦૦૦ કરોડ સુધી દાન આપે. શનિવારે સચિન પાયલટે સોશિયલ મીડિયા ઉપર રાજ્ય એમકોને આ અભિયાન શરું કર્યું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




