પાંચ જુગારીની ધરપકડ જુગારધામ પર રેડ કરવા ગયેલી ગ્રામ્ય LCBની ટીમ પર પથ્થરમારો

0
91

અમદાવાદ,
તા.૧૩/૦૩/૨૦૧૮

સાણંદ નજીક આવેલા નિધરાડ ગામમાં જુગારધામ પર રેડ કરવા ગયેલી અમદાવાદ (ગ્રામ્ય) એલસીબીની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એક પોલીસ કર્મચારીને ઇજા થઈ હતી. ટોળાએ પોલીસ પર હુમલો કરતાં કેટલાક આરોપી નાસી જવામાં સફળ રહ્યા હતા જ્યારે ત્રણ આરોપી પોલીસ પકડમાંથી નાસી ગયા હતા. આ અંગે અમદાવાદ એલસીબીએ સાણંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ શરૂ કરી છે.

અમદાવાદ (ગ્રામ્ય) એલસીબીની ટીમને બાતમી મળી હતી કે નિધરાડ ગામમાં ઠાકોરવાસમાં જાહેરમાં કેટલાક લોકો જન્ના-મન્નાનો તેમજ તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે, જેના આધારે અમદાવાદ (ગ્રામ્ય) એલસીબીની ટીમ જુગારધામ પર દરોડો પાડવા ગઈ હતી. પોલીસ નિધરાડ ગામમાં પહોંચી ત્યારે જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી, જાકે પોલીસે પાંચ જેટલા જુગારીની ધરપકડ કરી લીધી હતી, જ્યારે બાકીના ૧૦ જેટલા જુગારીઓ નાસી ગયા હતા.

પોલીસ જ્યારે આરોપીઓને ગાડીમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ જતી હતી ત્યારે નિધરાડ ગામમાં રહેતા ગાભાજી ઠાકોર, મૂકેશ ઠાકોર, નીલેશ ઠાકોર સહિત ૨૦થી ૨૫ માણસના ટોળાએ અચાનક જ પોલીસ પર હુમલો કરી દીધો હતો.
તેમણે ગ્રામ્ય એલસીબીની ટીમ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. પોલીસે જે આરોપીઓને પકડ્યા હતા તેમાંના ત્રણ આરોપીઓને ટોળું છોડાવવામાં સફળ રહ્યું હતું. આ બનાવમાં ઘનશ્યામભાઈ નામના પોલીસ કોન્સ્ટેબલને પથ્થર વાગતાં ઇજા થઈ હતી. પથ્થરમારા દરમિયાન સરકારી વાહનમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. ઉચ્ચ અધિકારી સહિતનો કાફલો પણ નિધરાડ ગામમાં પહોંચી ગયો હતો. પથ્થરમારા બાદ ટોળું ત્યાંથી નાસી ગયું હતું.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY