ઘટના કેમેરામાં કેદ ઓવર સ્પીડ માં આવેલા બાઇક સવારનું અકસ્માતમાં મોત

0
76

અમદાવાદ,
તા.૧૩/૦૭/૨૦૧૮

શહેરના કાલુપુર વિસ્તારમાં એક બાઇક ચાલકનું મોત નીપજ્યુ છે. બાઇક ઓવર સ્પીડ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ ઘટનામાં મૃતકનું નામ સલમાન અરબ છે. ફૂલ સ્પીડમાં જઇ રહેલાં સલમાનની બાઇક અચાનક જ સ્લીપ થઇ ગઇ હતી. જેને કારણે સલમાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જે બાદ તેને સારવાર અર્થે હોસ્પટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયુ હતું. અકસ્માત સમયે બાઇક સ્લીપ થઇને ઇલેક્ટ્રક ડીપીમાં જઇ અથડાયું હતું. ધડાકાભેર અવાજ થતા આસપાસનાં લોકો ભેગા થઇ ગયા હતાં.

અકસ્માતની સમગ્ર ઘટના ઝ્રઝ્ર્‌ફ કેમેરામાં કેદ થઇ ગઇ છે. ઘટના અંગે પોલીસે અકસ્માતમાં મોત થયાની નોંધ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY