ગીરના સિંહોએ ૭૩૫ કરતાં વધુ પશુઓનું મારણ કર્યું..!!

0
52

ગીર-સોમનાથ,
તા.૧૩/૦૩/૨૦૧૮

જેમના પશુઓના મોત થયાં તેમને આર્થિક વળતર ચૂકવવામાં આવ્યું નથી

ગુજરાતના ગીર વિસ્તારમાં માલધારીઓ તેમજ પશુપાલકોના પશુઓને સિંહો ફાડીને ખાઇ જતા હોય છે ત્યારે સરકાર તેમના માલિકોને સહાય ચૂકવતી હોય છે. ૨૦૧૬માં આવા ૩૧૦ અને ૨૦૧૭માં ૪૨૫ બનાવો બન્યાં છે.

તલાલાના ધારાસભ્ય ભગા બારડના પ્રશ્નના જવાબમાં વન મંત્રીએ કહ્યું છે કે ગીરના જંગલમાં રહેઠાણમાં આવીને સિંહો દૂધાળા સહિતના પશુઓનું મારણ કરતા હોય છે. આ સંજાગોમાં પશુપાલકોને મોટું નુકશાન થતું હોય છે. ગીર જંગલનો કાયદો છે કે સિંહોનો ક્્યારેય શિકાર કરવો નહીં કે તેમને મારી નાંખવા નહીં, તેમ છતાં કેટલાક કિસ્સાઓમાં સિંહોને કરંટ આપીને મારી નાંખવાના બનાવો બન્યા હતા.

સરકારે આ નુકશાનને ધ્યાનમાં લઇને જેમના પશુઓના મોત થયાં છે તેમને આર્થિક વળતર ચૂકવવામાં આવતું હોય છે. સરકારે જણાવ્યું હતું કે ૨૦૧૬ના વર્ષમાં ગીર સોમનાથમાં ૨૫૪ અને જૂનાગઢમાં ૫૭ કિસ્સામાં પશુઓના મોત થયાં છે જ્યારે ૨૦૧૭માં ગીર સોમનાથમાં ૩૭૪ અને જૂનાગઢમાં અને જૂનાગઢમાં ૫૩ પશુઓના મોત સિંહના કારણે થયાં છે.

બે વર્ષના આ આંકડા પૈકી ૨૦૧૬માં સરકારે સાત કેસોમાં તેમજ ૨૦૧૭માં ૩૨ કેસોમાં પશુપાલકોને હજી સહાય ચૂકવી નથી. આ રકમની ચૂકવણી ટૂંકસમયમાં કરવામાં આવશે તેવું સરકારે વિધાનસભામાં જણાવ્યું છે.

સાસણ ગીરનો વિસ્તાર હવે ચારથી પાંચ જિલ્લા સુધી પ્રસર્યો છે, કારણ કે આ નવા જિલ્લાઓમાં સિંહોનું આક્રમણ વધી રહ્યું છે. આ વિસ્તારમાં જ્યાં માલધારીઓ વસે છે અથવા તો ખેડૂતો છે તેમના પશુઓનું મારણ થતું હોઇ સરકારે સહાય ચૂકવવાનું નક્કી કરેલું છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY