ન્યુ દિલ્હી,
કર્ણાટકમાં રાજ્યપાલ તરફથી સૌથી મોટી પાર્ટીને સરકાર બનાવવાની તક આપવાની ઝાળ હવે બિહાર, મણિપુર ગોવામાં લાગી છે. આ તમામ રાજ્યોમાં વિરોધ પક્ષમાં બેઠેલી પાર્ટીઓ રાજ્યપાલને મળીને સરકાર રચવાનો દાવો કરી રહી છે.
બિહારના ભૂતપૂર્વ ઉપમુખ્યમંત્રી યેજસ્વી યાદવે રાજ્યપાલ સત્યપાલ મલિકને મળીને સરકાર રચવાનો દાવો રજુ કર્યો છે. તેવી જ રીતે કોંગ્રેસે ગોવામાં સરકાર રચવાનો દાવો કર્યો છે અને રાજ્યપાલ મૃદુલા સિન્હાને પત્ર સોંપીને સદનમાં બહુમત સાબિત કરવા માટે આમંત્રણ આપવાની માંગણી કરી છે.
બિહાર અને ગોવાના પગલે પગલે મણિપુર વિધાનસભાના વિરોધ પક્ષના નેતા ઓ ઈબોબી સિંહે પણ રાજ્યપાલ સાથે મુલાકાત કરીને રાજ્યમાં સૌથી મોટી કોંગ્રેસને સરકાર બનાવવા માટે નિમંત્રવાનું કહેવાની માંગણી કરી છે.
મણિપુરમાં ૨૦૧૭માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી દરમિયાન ૬૦ બેઠકોમાંથી તેમની પાર્ટીને ૨૮ બેઠકો પર જીત મળી હતી. આ સાથે જ કોંગ્રેસ અહીં સૌથી મોટી પાર્ટી બનીએ હતી. માટે તેઓ હવે સરકાર રચવાનો દાવો રજુ કરી રહી છે. ઈબોબી સિંહે કÌšં હતું કે, રાજ્યપાલે મણિપુર વિધાનસભામાં ૬૦માંથી ૨૧ બેઠકો જીતનારી ભાજપને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું હ્તું.
કોંગ્રેસે આ મામ્લે રાષ્ટપતિ સમક્ષ ઉઠાવવાની પણ માંગણી કરી છે. રાજ્યસભામાં કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ કર્ણાટક વિધાનસભાને લઈને આવતી કાલે રાષ્ટÙપતિ સાથે મુલાકાત કરશે. જ્યારે કોંગ્રેસના મહાસચિવ અશોક ગહલોતે પ્રદેશ કોંગ્રેસ નેતાઓને પત્ર લખીને મોટા સ્તર પર કર્ણાટકના રાજ્યપાન નિર્ણય વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન કરવાની અપીલ કરી છે. જયપુર, ગોવા, બેંગલુરૂ અને ભોપાલ સહિત દેશભરમાં કોંગ્રેસ કાર્યકર્તા કર્ણાટક મામલે પ્રદર્શનો કરશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





