ધ્રાંગધ્રા ની આઠ વર્ષ ની બાળકી નું લુ લાગવાથી મોત.

0
196

હાલ જ્યારે ગુજરાત રાજ્ય માં ઉનાળુ સીઝન ચાલે છે રાજ્ય માં કાળઝાળ ગરમી નો પારો આગ ની જેમ વધતો જાય છે ત્યારે કાળઝાળ તાપમાન ના લીધે એક આઠ વર્ષ ની બાળકી નું મોત નિપજ્યું છે સમગ્ર બનાવ ની વાત કરીએ તો સુરેન્દ્રનગર જીલ્લા ના ધ્રાંગધ્રા શહેર ની એક આઠ વર્ષ ની માસુમ બાળકી નું લૂ લાગવાથી મોત થતાં સમગ્ર પંથક માં શોકની લાગણી છવાઈ ગઈ છે ધ્રાંગધ્રા ના તળાવ શેરી વિસ્તાર માં રહેતા કૃણાલભાઈ શેઠ ની આઠ વર્ષ ની દીકરી ધાર્મી કૃણાલભાઈ શેઠ ગરમી મા લૂ લાગવાથી ધાર્મી નું મોત નિપજ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર સ્કૂલ ના વેકેશન હોય અને બાળકો પોતાના મામા ના ઘેર વેકેશન કરવા જાય છે ત્યારે આ આઠ વર્ષની બાળકી પોતાના મામાના ઘરે બોટાદ વેકેશન કરવા ગઈ હતી ત્યાં ગરમી ના કારણે લૂ લાગવાથી આ બાળકી નું મોત થયું હતું ત્રણેક દિવસ પહેલા બાળકી ને બોટાદ ના પ્રાઇવેટ હોસ્પિટલ જીવનધારા હોસ્પિટલ માં સારવાર માટે દાખલ કરી હતી આ બાળકી ને બે દિવસ માં સારું થઈ જતા હોસ્પિટલ થી રજા આપવામાં આવી હતી ત્યારબાદ ગઈકાલે ફરીથી દાખલ કરી હતી અને રાત્રિના સમયે બોટાદના પ્રાઇવેટ હોસ્પિટલ માં ધ્રાંગધ્રા ની ૮ વર્ષ ની બાળકી ધાર્મી નુ મોત થયું હતું અને મોત ના સમાચાર બાળકી ના માતા તથા પિતા અને પરિવારજનોને જાણ થતાં શોકની લાગણી છવાઈ ગઈ હતી

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY