ન્યુ દિલ્હી,તા.૨૩/૦૨/૨૦૧૮
આ સરકારી ટેલીકોમ કંપનીઓ સસ્તી તથા ગુણવત્તાયુકત સેવા પર જાર રાખશે.
કેન્દ્ર સરકારે સ્પષ્ટ કહ્યું છે કે, જાહેર એકમો બીએસએનએલ અને એમટીએનએલના વિલયની કોઈ યોજના નથી પરંતુ ૭ જેટલી સાર્વજનિક ક્ષેત્રની ટેલીકોમ કંપનીઓ હાથ મીલાવી બજારમાં ટક્કર આપશે. કેન્દ્રના ટેલીકોમ મંત્રી મનોજ સિન્હાએ એમ કહ્યું છે કે, સરકારી ટેલીકોમ કંપનીઓ ખાનગી કંપનીઓ સામે મેદાને ઉતરશે અને સસ્તી તથા ગુણવત્તાયુકત સેવા પર જાર રાખશે. મંત્રીએ સાત જેટલી સરકારી ટેલીકોમ કંપનીઓના એકત્રીકરણ અને એમની સહીયારી કામગીરીનો રોડમેપ સરકાર સમક્ષ મુકી દીધો છે.
આ યોજનાનો અમલ કરવા માટે સતત સંમતિપત્રો પર હસ્તાક્ષર થયા છે. આ કંપનીઓ એકબીજા સામે થયેલા પેન્ડીંગ કેસ અદાલતમાંથી પાછા લઈ લેશે. સાથોસાથ સેવામાં સુધારો કરવાની યોજના પર ધ્યાન દેશે અને ખાનગી ટેલીકોમ કંપનીઓને જારદાર ટક્કર આપી બજારમાં પોતાનું વર્ચસ્વ વધારશે. મેક ઈન ઇન્ડિયા પર જાર દેવા સાથે આ સાતેય કંપનીઓ એકબીજાના ભવનો, જમીનો અને કર્મચારીઓનો ઉપયોગ કરશે. ‘૫–જી’ સેવામાં ખાનગી કંપનીઓને બજારમાં પછડાટ આપવા આ સાતેય કંપનીઓ હળીમળીને કામ કરશે. બીએસએનએલ અને એમટીએનએલ વચ્ચે તાલમેલ રખાવવા માટે પગલા લેવાઈ રહ્યા છે જેનાથી બન્ને કંપનીઓને ફાયદો થશે. આગામી છ માસમાં આ વ્યૂહાત્મક નીતિ પર અમલ શરૂ થઈ જશે અને બજારમાં એમનો પ્રભાવ પથરાશે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"