નહેરોમાં સિંચાઇ માટે પાણી ન છોડાતા ખેડૂતોમાં રોષની લાગણી

0
119

સુરત,તા.૨૩/૦૨/૨૦૧૮

સુરતમાં સિંચાઈ વિભાગ દ્વારા કાંઠા વિસ્તારની નહેરોમાં સિંચાઈના પાણી નહીં છોડાતાં આસપાસના ગામોમાં ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ખેડૂતોએ રેલી કાઢીને આવેદનપત્ર પાઠવ્યું હતું. દસ દિવસથી સિંચાના પાણી ન મળતાં ખેતરોમાં ઉભા પાકને નુકસાન થવાની ખેડૂતોએ ભીતી વ્યક્ત કરી છે. અને જા માગ નહીં સંતોષાય તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે. છેલ્લા ૬૦- ૬૫ દિવસથી જમણા કાંઠા નહેરમાં કામ ચાલી રહ્યું હતું.

દરમ્યાન સુરતના કાંઠા વિસ્તારના ખેડૂતો મહામૂલ્યો પાક ને લઈ પાણી માટે વલખા મારી રહ્યા છે. છેલ્લા ૬૦- ૬૫ દિવસથી જમણા કાંઠા નહેરમાં કામ ચાલી રહ્યું હતું. જે દરમ્યાન દસ દિવસ વીતી ગયા છતાં કાંઠા વિસ્તારના ખેડૂતો પાણી માટે વલખા મારી રહયા છે. હાલમાં કાંઠા વિસ્તારની નહેરો સુખીભઠ છે. ખેડૂતોએ વાવણી કરેલ શેરડી, શાકભાજી તથા અન્ય મહામૂલ્યો પાકો પાણી વિના સુકાઈ રહયા છે. જેના કારણે ખેડૂતોને કરોડોનું નુકશાન થાય તેવો ભીતી અનુભવી રહ્યા છે. તાકીદે નહેરોમાં પાણી છોડવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે. જા આ સમસ્યાનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો જલદ આંદોલન છેડવાની નોબત ચીમકી ખેડતોએ ઉચ્ચારી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY