પાંજરાપોળથી રહસ્યમય રીતે ગાયબ થઈ ૬૦૦ ગાયો, માલધારીઓમાં રોષ

0
340

ગુજરાતના જૂનાગઢ જિલ્લાથી ૧૫ કિલોમીટર દૃૂર તોરણીયા ગામમાં પાંજરાપોળથી ૬૦૦ ગાયો રહસ્યમય રીતે ગાયબ થવાનો મામલો સામે આવ્યો છે. જૂનાગઢ નગરપાલિકા ઘ્વારા દૃાવો કરવામાં આવ્યો છે કે આવારા ગાયો રસ્તામાંથી પકડીને તેને પાંજરાપોળ મોકલવામાં આવી હતી. પરંતુ હવે બધી ગાયો ગાયબ થઇ ચુકી છે. પાંજરાપોળ માલિક અને મેનેજર ઘ્વારા દૃાવો કરવામાં આવ્યા છે કે પ્લાસ્ટિક ખાવાને કારણે ગાયો બીમાર હતી અને એક વર્ષમાં તેમની મૌત થઇ ગયી.જૂનાગઢ ડેપ્યુટી નગરપાલિકા આયુક્ત એમકે નંદૃની ઘ્વારા જણાવવામાં આવ્યું કે ગયા વર્ષે જે ગાયો અમે પાંજરાપોળ મોકલી હતી, તે ગાયબ છે. અમે ૭૮૯ ગાયોને પાંજરાપોળ મોકલી હતી.

અમે આ મામલે પાંજરાપોળ માલિકને નોટિસ પણ આપ્યું છે. તેની સાથે અમે મેનેજર પાસે રજીસ્ટર કોપી પણ મંગાવી છે. જેથી અમને ખબર પડે કે કેટલી ગાયો ક્યાંથી આવી અને તેમાંથી કેટલાની મૌત થઇ ચુકી છે. જો તેમાં કોઈ પણ ગરબડ જોવા મળી તો તેમના વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવશે.આપણે જણાવી દૃઈએ કે સિવિક બોડીને શેલ્ટર હોમમાં મોકલવામાં આવેલી ગાયોની દૃેખરેખ માટે ૩૦૦૦ રૂપિયા આપવામાં આવે છે. સરકારી પશુ ડોક્ટર હેમલ ગુજરાતી ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમને વાડામાંથી કોઈ પણ જાનવર ની મૌત અંગે પુરાવા નથી મળ્યા. મોટી સંખ્યામાં જાનવરોની મૌત ત્યારે જ થાય છે જયારે કોઈ મહામારી ફેલાય છે. પાંજરાપોળ માલિક ધીરુ સાવલિયા ઘ્વારા આ વાત ખોટી ગણાવી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY