મુંબઈ,તા.૨૬
વર્ષ ૨૦૧૭-૧૮ની રવિ મોસમ માટે રાજ્યના યવતમાળ, જળગાંવ અને વાશિમ આ ત્રણ જિલ્લાના આઠ તાલુકામાં દુકાળ જાહેર કરવામાં આવ્યો છે. દુકાળ જાહેર કરવામાં આવેલા તાલુકામાં રાળેગાંવ, દિગ્રસ, ઘાટંજી, કેળાપુર, યવતમાળ, વાશિમ, મુક્તાઇનગર અને બોદવડનો સમાવેશ થાય છે.
જૂનથી સપ્ટેમ્બર આ સમયગાળા દરમિયાન ઓછા પ્રમાણમાં પડેલો વરસાદ તેમ જ ભૂજળ સપાટીમાં થયેલો ઘટાડો, પાણીની ઉપલબ્ધતા, વાવણી હેઠળનો વિસ્તાર અને પાકની ઉપલબ્ધતા આ તમામ બાબતનો વિચાર આઠ તાલુકામાં મધ્યમ સ્વરૂપનો દુકાળ જાહેર કરવામાં આવ્યો છે. દુકાળગ્રસ્ત તાલુકાને રાહત આપવા માટે સરકાર દ્વારા અમુક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે તે અનુસાર જમીન મહેસૂલમાં છૂટ, સરકારી લોનની પુનઃરચના, રોજગાર સુરક્ષા યોજનાના માપદંડમાં અમુક રાહત, કૃષિ પંપના ચાલું વીજ બિલમાં ૩૩.૦૫ ટકા છૂટ, શાળા અને કાલેજના વિદ્યાર્થીઓના પરીક્ષા ફીમાં માફી, પાણીપુરવઠા માટે ટેન્કરની સગવડ, મધ્યાહન ભોજન યોજના લાંબી રજાના સમયમાં ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"