કર્ણાટક ચૂંટણી : વિધાનસભામાં પોર્ન જોતાં પકડાયેલા ત્રણ ધારાસભ્યને ભાજપે ટિકિટ આપી

0
84

બેંગ્લુરુ,તા.૨૬
કર્ણાટક વિધાનસભા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે કોંગ્રેસ અને મ્ત્નઁ પોતપોતાની ટિકિટ ફાળવી રહી છે, ત્યારે મ્ત્નઁએ જે પોતાના ઉમેદવારોની લિસ્ટ જાહેર કરી છે, તેમાં તે ત્રણેય ઉમેદવારોના નામ પણ શામેલ છે, જે ૨૦૧૨મા કર્ણાટક વિધાનસભામાં પોર્ન જાતા પકડાય ગયા હતા. વરિષ્ઠ પત્રકાર નલિની સિંહે આને લઈને મ્ત્નઁ પર નિશાનો સાધતા ટ્‌વીટ પણ કરી હતી અને મ્ત્નઁ પર શાબ્દિક હુમલો પણ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, કર્ણાટક ઈલેક્શન માટે મ્ત્નઁ ૨૨૪માંથી ૨૨૦ ઉમેદવારોના નામની જાહેરાત કરી ચૂકી છે.
જ્યારે કર્ણાટકમાં મ્ત્નઁ સરકાર સત્તામાં હતી, ત્યારે સરકારમાં મંત્રી અને ભાજપા ધારાસભ્ય લક્ષ્મણ સાવાદી વિધાનસભાની કાર્યવાહી દરમિયાન મોબાઈલમાં પોર્ન જોતા પકડાય ગયા હતા. આ દરમિયાન તત્કાલીન સરકારમાં પર્યાવરણ મંત્રી જે.કૃષ્ણા પાલેમર અને મહિલા અને બાળ વિકાસ મંત્રી સી.સી.પાટીલ પણ લક્ષ્મણ સાવદી સાથે ફોનમાં પોર્ન જાવામાં મશગૂલ હતા. આ દરમિયાન વિધાનસભાની કાર્યવાહી કવર કરી રહેલા મીડિયાના કેમેરાએ આ મંત્રીઓને પોર્ન જોતા રંગે હાથ ઝડપ્યા હતા. આ ઘટના મીડિયામાં આવ્યા બાદ ખૂબ હંગામો થયો હતો. વિપક્ષી પાર્ટીઓએ આરોપી નેતાઓના રાજીનામાની માંગ કરી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY