૮૫ વર્ષની ઉંમરે દેવગૌડાએ યોગ કરી મોદીને જડબાતોડ જવાબ આપ્યો…!!

0
22

ન્યુ દિલ્હી,તા.૨૦
૨૧મી જૂન ચોથા આંતરરાષ્ટÙીય યોગ દિવસની આખી દુનિયામાં ધામધૂમથી ઉજવણી ચાલી રહી છે. ખુદ પીએમ મોદીએ દહેરાદૂરનમાં યોગ કર્યાં. થોડાંક દિવસ પહેલાં જ પીએમ મોદીએ ક્રિકેટર વિરાટ કોહલીની ચેલેન્જ સ્વીકારી સોશિયલ મીડિયામાં એક ફિટનેસ વીડિયો શેર કર્યો હતો અને તેમણે કર્ણાટકના નવા મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીને ફિટનેસ ચેલેન્જ આપી હતી. પીએમને જવાબ આપતા કુમારસ્વામીએ તો એ કહીને પાછળ હટી ગયા કે તેમને પોતાના રાજ્યની તબિયતની વધુ ચિંતા છે, પરંતુ તેમના પિતા એચડી દેવગૌડાએ પીએમને પડકારતો હવે જવાબ આપ્યો છે.
કદાચ પૂર્વ પીએમ અને જેડી(એસ) અધ્યક્ષ દેવગૌડાને તેમના દીકરાને આપેલ ફિટનેસ ચેલેન્જ સારી નહીં લાગી હોય. એવામાં તેમણે દીકરાને આપેલ ચેલેન્જ પોતે સ્વીકારી લીધી. રિપોર્ટસના મતે યોગ દિવસ પર કર્ણાટક કોમર્સ ચેમ્બરે તેમને આમંત્રિત કર્યા હતા. આ ઉંમરમાં યોગ કરીને દેવગૌડાએ પીએમની જાણે ચેલેન્જનો જડબાતોડ જવાબ આપ્યો. દેવગૌડાના ચર્ચિત યોગાસનની તૈયારીમાં ફિટનેસ ટ્રેનર કાર્તિક ચૈતન્યની અગત્યની ભૂમિકા રહી.
કહેવાય છે કે ડાકટરની સલાહ પર પોતાને ફિટ રાખવા અને બીમારીઓથી લડવા માટે દેવગૌડા ખૂબ યોગ કરે છે. આપને જણાવી દઇએ કે પૂર્વ પીએમ હંમેશા પોતાની તબિયતને લઇ ખૂબ ગંભીર રહ્યા છે.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY