શ્રદ્ધાળુઓના પ્રચંડ વિરોધના કારણે બે મહિલા સબરીમાલા મંદિરમાં પ્રવેશી શકી નહીં સબરીમાલા વિવાદ : સુપ્રિમના નિર્ણયની ઐસી કી તૈસી,મહિલાઓને પ્રવેશવા ન દીધી

0
6

સબરીમાલા મંદિરના પૂજારીની ધમકી,મંદિરને તાળુ મારી દઈશ
તિરુવનંતપુરમ્‌,તા.૧૯
સુપ્રીમ કોર્ટના આદેશ અને કડક પોલીસ બંદોબસ્ત છતાં સબરીમાલા મંદિરમાં પ્રવેશ મેળવવાની બે મહિલાઓની કોશિશ નાકામિયાબ રહી છે. પોલીસે આ બે મહિલાઓને હેલ્મેટ પહેરાવીને મંદિર તરફ લઇ જવા છતાં દેખાવકારોના દબાણના કારણે પોલીસને પણ પીછેહઠ કરવી પડી હતી અને બંને મહિલાઓને પરત જવું પડ્યું હતું.
કેરળ સરકારે પણ એવું નિવેદન જારી કરી જણાવ્યું છે કે મંદિરમાં તમામ ઉંમરની મહિલાઓના પ્રવેશ માટે મંજૂરી છે, પરંતુ કેટલાક એક્ટિવિસ્ટ પણ ઘૂસવાની કોશિશમાં હતા. સરકારે જણાવ્યું છે કે અમે એક્ટિવિસ્ટને મંજૂરી આપી શકીએ નહીં. આજે જે બે મહિલાઓ સબરીમાલા મંદિરના એન્ટ્રી પોઇન્ટ સુધી પહોંચીને પરત ફરી છે તેમાં એક એકિટવિસ્ટનો પણ સમાવેશ થાય છે.
કેરળ સરકાર અને પોલીસતંત્ર સબરીમાલા સાથે અડિંગો જમાવીને બેઠેલા દેખાવકારો સામે નિઃસહાય બની ગઇ હતી. આ બે મહિલાઓમાં મોજા ટીવીની પત્રકાર કવિતા જક્કલ અને એક્ટિવિસ્ટ રેહાના ફાતિમાનો સમાવેશ થતો હતો અને બંનેને પરત જવું પડ્યું હતું.
સબરીમાલાના કપાટ ખૂલ્યાંને ત્રણ દિવસ થયા હોવા છતાં મંદિરમાં હજુ મહિલાઓનો પ્રવેશ થઇ શકયો નથી. છેલ્લા ત્રણ દિવસથી હિંદુ સંગઠનો દ્વારા મંદિરમાં મહિલાઓના પ્રવેશને અટકાવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન મંદિરની આસપાસ સતત હિંસાનો માહોલ બનેલો છે.
બીજી તરફ સબરીમાલા મંદિરના મુખ્ય પૂજારીએ પોલીસ વડાને જણાવ્યું છે કે મહિલાઓ જા મંદિરમાં પ્રવેશ કરશે તો તેઓ મંદિરના કપાટ બંધ કરી દેશે અને તાળુ મારીને ચાવી સોંપી દેશે. તેમના મતે તેઓ શ્રદ્ઘાળુઓની આસ્થાને ઠેંસ પહોંચાડી શકે નહીં.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY