વટારિયા ગણેશ શુગરનું ઉપવાસ આંદોલન સમેટાયું. “પ્રશ્નોનો સુખદ ઉકેલ લાવવાની હૈયાધારણ આપતા ચેરમેન સંદીપસિંહ માંગરોલા”

0
864

વટારીયા;

પ્રાપ્ત વિગત અનુસાર વટારીયા ગણેશ સુગર નું ગઈકાલથી શરૂ થયેલ ઉપવાસ આંદોલન આજે બીજા દિવસે પણ યથાવત રહે તેમ હતું. ત્રણ ડાયરેક્ટર સહિતના સભાસદો એ શરૂ કરેલ ઉપવાસ આંદોલન થી બીજે દિવસે સંસ્થા ની આબરૂ અને સંચાલકોની કારકિર્દી દાવ પર આવી જતા ઉપવાસ પર ઉતરેલા સભાસદો સાથે વાતાઘાટો કરી આંદોલન સમેટવાની ફરજ પડેલ. ચેરમેન દ્વારા શેરડીના ભાવની પુન:ર્વિચારણા કરવા બોર્ડ મિટિંગ બોલાવવી તેમજ રૂપિયા ૧૫૦૦ શેર કપાત બાબતે પણ ફેરવિચારણાની ખાતરી મળતા આ મહત્વના બે મુદ્દા પર સંચાલકો દ્વારા હકારાત્મક વાતાવરણ ઊભું કરાતા ઉપવાસ આંદોલનનો સુખદ અંત આવ્યો હતો,જે બાબતે ઉપવાસ આંદોલનકારિઓં એ જણાવ્યું હતું કે આ કોઈ જય-પરાજય ની લડત ન હતી પરંતુ સંસ્થાના હિતો લોકશાહી ઢબે જળવાય અને ખેડૂતને રાહત થાય તે જ ઉદ્દેશથી આંદોલન છેડવામાં આવ્યું હતું, જે આજના સમાધાનથી પૂર્ણ થયેલ છે. જેમાં કોઈ એ પરાજય વિજયની વાત ન કરવી. માગણી સ્વીકારે અને મોટું મન રાખે તે લોકશાહીમાં અગત્યની વાત છે. ખુલ્લી ચર્ચાથી આવા પ્રશ્નોનો નિકાલ એ બંને પક્ષે દાખવેલી સૌજન્યતા છે અને તે જ જીત છે.

વધુમાં ઉપવાસ આંદોલનકારિઓં એ ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલ કિસાન ગુજરાતના પ્રમુખ દેવુભ કાઠી, ડિરેક્ટર ધર્મેન્દ્રસિંહ, હેતલભાઈ, પ્રતાપસિંહ, બચુભાઈ માસ્તર, બાલુભાઈ વસાવા ની સક્રિયતાને બિરદાવી સભાસદોના હિતને આવકાર્યા હતા સાથે-સાથે ચેરમેનનો પણ આભાર માન્યો હતો. કે “સંસ્થા માં લોકશાહી માટે તંદુરસ્ત વાટાઘાટો થાય તે જરૂરી છે”
આમ વટારિયા સુગરનું ઉપવાસ અંદોલન સંચાલકોના હકારાત્મક અભિગમથી સમેટાયુ હતુ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY