હેરાત,
તા.૧૧/૪/૨૦૧૮
મસ્જીદ પાસે થયેલા હુમલામાં ૯ બાળકો ઈજાગ્રસ્ત થયા
અફઘાનિસ્તાનના હેરાત વિસ્તારમાં મસ્જદ પાસે આતંકવાદીઓએ આત્મઘાતી હુમલાને અંજામ આપ્યો છે. આત્મઘાતી હુમલામાં અત્યાર સુધીમાં ૬ લોકોના મોત નીજપ્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર અફઘાનિસ્તાનના હેરાત વિસ્તારમાં આવેલી મસ્જીદ બહાર થયેલા બોમ્બ બ્લાસ્ટમાં ૬ના મોત નીજપ્યાં છે. મૃતકોમાં ચાર બાળકો સામેલ છે.
આ ઘટનામાં નવ અન્ય બાળકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલ બાળકોને હાલ નજીકની હોસ્પટલમાં સારવાર માટે ખસેડાયા છે. આ ઘટનાની જવાબદારી હજુ સુધી કોઈ પણ આતંકી સંગઠને લીધી નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





